September 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીસેલવાસ

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારાસીટી ફોરેસ્‍ટ ગાર્ડન સેલવાસ ખાતે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અને દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સેલવાસ ખાતે કાર્યરત છે. આ એકમ કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના અધિકારોનું સંરક્ષણ કરે છે અને આવા બાળકોને સુરક્ષા પૂરી પાડે છે. જેમાં પીએમ કેર યોજના હેઠળ નોંધાયેલ બાળકોનો પણ સમાવેશ થાય છે જેમના વાલી કલેક્‍ટર હોય છે. જે અન્‍વયે ગત સોમવારે સીટી ફોરેસ્‍ટ ગાર્ડન, સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં બાળકો તેમના સંબંધી સાથે હાજર રહ્યા હતા.
આ અવસરે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ દરેક બાળક પાસે તેમની શૈક્ષણિક પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી અને તેમાં આવતી મુશ્‍કેલીઓનો નિકાલ લાવવા યોગ્‍ય પગલાં લેવામાં આવનાર હોવાની ખાત્રી આપી હતી. તેમણે બાળકોને વિભાગ તરફથી મળતા લાભો સમયસર મળે છે કે નહિ તે અંગે પણ ખાત્રી કરી હતી.
18 વર્ષ સુધીના ઘરેથી ભાગી ગયેલ બાળકો વગેરેના શિક્ષણ અને સંભાળ માટે ઓપન શેલ્‍ટર હોમ ઝંડાચોક ખાતે કાર્યરત છે. બાળકોની સુરક્ષા માટેકાર્યરત ટોલ ફ્રી ચાઈલ્‍ડલાઈન નંબર 1098નો સંપર્ક કરવા અથવા સંસ્‍થાનો સંપર્ક કરવા બેઠકમાં જણાવાયું હતું. આ બેઠકમાં બાળકો માટે નેક્‍સ્‍ટ પોલિમર્સ લિમિટેડ કંપની દ્વારા ભેટની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

Related posts

દીવ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાઈઃ કુલ 25 કેસોનું થયેલું સુખદ સમાધાન

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

Leave a Comment