Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી પોલીસે થાલામાંથી તીન પત્તીનો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી રૂા.1.93 સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રવિવારની રાત્રે થાલા ગામે ઉમિયા ટ્રેડિંગ નામની શામજી નાગજીભાઈ પટેલ (રહે.શિવમ બંગલોઝ ગાયત્રી મંદિરની સામે તા.ગણદેવી) ના કબજા ભોગવટાની જગ્‍યામાં છાપો મારી હાર જીતનો જુગાર રમતા મેરામણ રામદેવભાટિયા (હાલ રહે.જલારામનગર ચીખલી, મૂળ રહે.જામદેવળીયા તા.કલ્‍યાણપુર), હસમુખ પરસોત્તમ દઢાણીયા (રહે.આઈસાપાર્ક ચીખલી), ઘનશ્‍યામ કરસન પટેલ (રહે.આંતલીયા તા.ગણદેવી), સોનુકુમાર પારસનાથ પ્રસાદ (હાલ રહે.બામણવેલ કુંભારવાડ તા.ચીખલી), બીટુકુમાર મહેન્‍દ્રસિંહ રાજપૂત (રહે.આંતલીયા હરિજનવાસ તા.ગણદેવી), કિશોર ભગુભાઈ પટેલ, શૈલેષ ધીરૂભાઈ આહીર, મનોજ ધીરૂભાઈ આહીર (તમામ રહે.ગડત આહીર ફળીયા તા.ગણદેવી), સંજય નેમીચંદ શાહ (રહે.બજાર સ્‍ટ્રીટ ચીખલી), વિપુલ ગંગારામ પવાર (વસંત વિહાર સોસાયટી કબીલપોર તા.નવસારી), નિલ કલ્‍પેશ વશી (રહે.દેસાઈવાડ ગણદેવા તા.ગણદેવી) સહિતનાને ઝડપી પાડી દવા પરના રોકડા રૂા.19,000/- અંગ ઝડતીના રોકડા રૂપિયા 1,74,930/- તેમજ 12 નંગ મોબાઈલ ફોન કિ.રૂા.64,500/- મળી કુલ રૂા.2,58,430/- નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ પીએસઆઈ જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

કપરાડા ચાવશાળામાં માજી સરપંચની પત્‍નીને સાવકા પુત્રએ દાતરડું મારી રહેંસી નાખી ક્રુર હત્‍યા કરી

vartmanpravah

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

vartmanpravah

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah

Leave a Comment