December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

શ્રી જલારામ બાપા અને શ્રી ગોગા મહારાજની પણ નવી મૂર્તિઓની કરાયેલી સ્‍થાપના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારની મૂર્તિઓની આજે ભવ્‍ય ઉત્‍સાહ ઉમંગ અને ભક્‍તિભાવથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અવસરે આમલી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી દત્ત મંદિરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ યજ્ઞ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારો શ્રીપાલશ્રી વલ્લભ, શ્રી વિજયદર્શન, શ્રી સ્‍વામી સમર્થ, શ્રી વાસુનંદ સરસ્‍વતી, શ્રી રંગ અવધૂત મહારાજ, શ્રી ગજાનન મહારાજ ઉપરાંત સંત શ્રી જલારામ બાપ્‍પા અને શ્રી ગોગા મહારાજની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ અવસરે મંદિરના ટ્રસ્‍ટીઓ, આયોજકો સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

Leave a Comment