Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

50 જેટલા સરપંચોની ડીડીઓને રજૂઆત : લોકોના રોજબરોજના કામો અટવાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ગુજરાત રાજ્‍યના તમામ તલાટી-મંત્રીઓ તેમની પડતર માંગણીઓ માટે ગતતા.04 ઓગસ્‍ટથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. રાજ્‍ય વ્‍યાપી તલાટી હડતાલમાં વલસાડ જિલ્લાના તલાટી પણ જોડાયા છે. તલાટીઓની 10 દિવસની હડતાલને લઈને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના રોજબરોજના કામકાજો ઠપ્‍પ થઈ ગયા છે તેથી લોકોને પડી રહેલી મુશ્‍કેલીઓને ધ્‍યાને લઈ આજરોજ સોમવારે વલસાડ તાલુકા સરપંચ સંઘ દ્વારા ડીડીઓને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ તાલુકા સરપંચ સંઘએ આવેદનમાં કરેલી રજૂઆત મુજબ તલાટી કમ મંત્રીઓની હડતાલથી ગ્રામજનોના જન્‍મ-મરણ દાખલા, આધાર કાર્ડ, જાતિ વિષયક દાખલા, આવકના દાખલા જેવા રોજબરોજના કામો માટે લોકો પંચાયોતમાં ધક્કા ખાઈ રહ્યા છે. પરિણામે વિકટ અને વિષમ સ્‍થિતિ દિવસે દિવસે ઉભી થઈ રહી છે. તેથી રાજ્‍ય સરકાર સુધી રજૂઆત પહોંચાડવા આજે 50 જેટલા સરપંચોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના કેબીનેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીને પણ અનેક લોકો દ્વારા વ્‍યાપક ફરિયાદો કરવામાં આવી છે ત્‍યારે જાહેર હિત માટે તલાટીઓની હડતાલનો ઉકેલ લાવવો રહ્યો.

Related posts

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

દમણ જિ.પં.ના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલ વચ્‍ચે પૈસાની લેનદેણ કરનાર ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરીની ધરપકડ

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment