December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોલક ખાડીમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો વેપલો ફરી શરૂ: પારડી પોલીસે 26 હજારનો દારૂ અને બે મોટર સાયકલ મળી 121400 નો મુદ્દામાલ કબજે કર્યો

ચાર બૂટલેગરોની કરી ધરપકડ, એક વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: દમણ અને ગુજરાત બંનેમાં પ્રવેશવા માટે વચ્‍ચે આવતી કોલક ખાડી પાસ કરવી પડે છે. અગાઉ મોટા પાયે બૂટલેગરો દમણથી દારૂનો જથ્‍થો આ ખાડીમાંથી પાસ કરી ગુજરાતમાં લાવી બે નંબરી દારૂનો મોટો વેપલો કરતા હતા. પરંતુ પારડી પોલીસની સતત વોચ અને જ્‍યાંથી દારૂ ઘુસાડવામાં આવે છે તે રસ્‍તાઓ પણ બંધ કરી દેતા આ કોલક ખાડીમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો વેપલો બંધ થઈ ગયો હતો.

ગઈકાલે પારડી પોલીસ સ્‍ટેશનના મહેન્‍દ્રસિંહ, મહોબતસિંહ, ચંદુભાઈ, સુરપાભાઈ, કળપાલસિંહ, ચંદુભાઈ વિગેરેનાઓ પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન કોલક ખાડીમાંથી બે મોટરસાયકલ દારૂ ભરીને પાસ થઈ રહ્યા હોવાની બાતમી મળતા સ્‍થળ પર પહોંચતા કલસર સડક ફળિયા ખાતેપલ્‍સર મોટરસાયકલ નંબર જીજે 15 બીજી 5877 તથા એક્‍સેસ મોપેડ નંબર જીજે 15 ડીએસ 1510 પર મીણિયા થેલામાં દારૂ તથા બીયર લઈ જતા (1) અરબાઝ હનીફ મકરાણી ઉંમર વર્ષ 19 રહે.કાળી સ્‍કૂલની પાછળ ઉર્વી નગર સોના દર્શન અતુલ (2) ઈમ્‍તિયાઝ થીપાક શેખ ઉંમર વર્ષ 21 રહે કાળી સ્‍કૂલ પાછળ ઉર્વી નગર સોના દર્શન અતલ (3) જય અનિલભાઈ દેસાઈ ઉંમર વર્ષ 32 રહે.જલારામ મંદિર ખડકી ફળિયા બીનવાડા (4) સહબાજ અલીભાઈ ખલીફા રહે.કાળી સ્‍કૂલની પાછળ ઉર્વી નગર સોના દર્શન અતુલ ને ઝડપી પાડ્‍યા હતા. જ્‍યારે દારૂ ભરી આપનાર જતીન નાનુભાઈ પટેલ અંધારાનો લાભ લઈ ભાગી છુટતા તેને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.પારડી પોલીસને તપાસ દરમિયાન આ બન્ને મોટર સાયકલ પર રાખવામાં આવેલ મીણના થેલામાંથી ઈમ્‍પીરીયલ બ્‍લુ 48 નંગ કિંમત 6000 રોયલ સ્‍ટેજ 12 નંગ કિંમત 6000 ઝોન માર્ટીન 192 નંગ કિંમત 9600 ક્‍લાસ બર્ડ બિયર 48 નંગ કિંમત 4,800 આમ કુલ દારૂ અને બિયર મળી 300 નંગ કિંમત 26400 નો દારૂ તથા પલ્‍સર મોટરસાયકલના 50,000 અને એક્‍સેસ મોપેડના 40000 તથા 5000 ના મોબાઈલ મળી કુલ રૂા.1,21,400 ના મુદ્દા માલ ઝડપી ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી જેલને હવાલે કરી દીધા હતા.
સાથોસાથ પોલીસ ફરી એક વખત સઘન પેટ્રોલિંગ તથા ખાડીમાંથી ગુજરાતમાં પ્રવેશતામાર્ગને ફરી એક વખત બંધ કરે તો ખાડીમાંથી દારૂ ગુજરાતમાં પ્રવેશતો બંધ થશે.

Related posts

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

vartmanpravah

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

Leave a Comment