Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડ

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14 : દેશના યુવાનો નશામુક્‍ત થાય, સ્‍પોર્ટ્‍સ પ્રત્‍યે રુચિ વધે અને તણાવમુક્‍ત રહે એ ઉદ્દેશ્‍ય સાથે ‘યુવા બચાઓ દેશ બચાઓ’ અને ‘સેવ ધ અર્થ’ મિશનને લઈને નીકળેલા રૂપેશ મકવાણા 6 હજાર કિમીની દોડ ઉપર નીકળ્‍યા છે. તેઓ 21 ફેબ્રુઆરીએ દિલ્‍હીથી નીકળ્‍યા હતા અને અત્‍યાર સુધી 1210 કીમીની પદયાત્રા પુરી કરી 13 માર્ચે સાંજે 5 વાગ્‍યે વલસાડ પહોંચ્‍યા હતા. સ્‍થાનિક ક્‍લબ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ વલસાડની ટીમ દ્વારા એમનું સ્‍વાગત ધરમપુર ચોકડી પર કરવામાં આવ્‍યું હતું અને હોટેલ પ્રીત પેલેસમાં રાત્રી રોકાણની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
રૂપેશભાઈના જણાવ્‍યા મુજબ તેઓ 99 દિવસમાં 6000 કિમી રનિંગ કરશે. હાલ તેઓ દરરોજ 65-70 કીમીની યાત્રા કરે છે. તેઓ દિલ્‍હીથી જયપુર, અજમેર, અમદાવાદ, સુરત થઈ વલસાડ પહોંચ્‍યા હતા. હવે મહારાષ્‍ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્‍સા, કોલકતા, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ થઈ પાછા દિલ્‍હી પહોંચશે. આ દોડ ગિનિસ બૂક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પણ નોંધાશે. 14 માર્ચેની વહેલી સવારે રૂપેશભાઈ વાપી તરફ જવા રવાના થશે અને એમનો સાથસન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબના સભ્‍યો રંનિંગ કરી આપશે.

Related posts

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

vartmanpravah

વાપી શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લિશ સ્‍કૂલમાં એન્‍યુઅલ સ્‍પોર્ટ્‍સ ડેની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment