Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

વી.આઈ.એ., નગરપાલિકા, સ્‍કૂલ, કોલેજ અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: તા.21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવણી ખુબ ઉત્‍સાહ અને આદરપૂર્વક કરવામાં આવે છે તે અંતર્ગત આવતીકાલે તા.21મીએ વાપીમાં વી.આઈ.એ. નગરપાલિકા તથા સ્‍વૈચ્‍છિક સામાજીક સંસ્‍થાઓ, સ્‍કૂલો, કોલેજોમાં વિશ્વ યોગા દિવસની ઉજવણી થનાર છે.
વાપી વી.આઈ.એ. જી.આઈ.ડી.સી. અને નોટિફાઈડ એરીયા ઓથોરીટીના સંયુક્‍ત આયોજન અંતર્ગત ફાયર સ્‍ટેશન વી.આઈ.એ. ચાર રસ્‍તા પાસે સવારે 6:30 કલાકે યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેજ પ્રમાણે વાપી નગરપાલિકા દ્વારા કુમારશાળા મેદાન, પાલિકા પાસે પણ વિશ્વ યોગ દિવસ ઉજવણી શિબિરનું આયોજન સવારે 6:00 કલાકે કરવામાં આવ્‍યું છે. તેથી સાર્વજનિક રીતે સૌને ઉપસ્‍થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. યોગ એ સ્‍વાસ્‍થ્‍ય માટે ઉપયોગી તો છે જ પણ ભારતના ઋષિ મુનિઓની યોગની હજારો વર્ષની પરંપરાને વડા પ્રધાન નરેન્‍દ્રમોદીએ વિશ્વ સ્‍તરે પહોંચતી કરી છે. યુનોમાં રજૂઆત કરી તા.21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે યુનોએ જાહેરાત કરી છે. આવતીકાલે વડાપ્રધાન મોદી યુનોના હેડક્‍વાટર્સ થી 140 દેશોમાં યોગ કરાવનાર છે તે ભારત માટે ગર્વ સમાન હકીકત બની રહેશે.

Related posts

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

મોટી દમણની નવનિર્મિત શાકભાજી અને મચ્‍છી માર્કેટનો કરાયો પ્રારંભઃ વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

Leave a Comment