June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

જીઆઈડીસી તંત્ર માટે કોલોની વિસ્‍તાર
ઓરમાન મનાતો હોવાનો લોકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપીમાં વરસાદનું આગમન થતાની સાથે જ તેની આડઅસરોનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે. તેવી સ્‍થિતિ વાપી જી.આઈ.ડી.સી. ચણોદ કોલોની વિસ્‍તારની થઈ છે. પહેલા જ વરસાદે ચણોદ કોલોની ભેટ ધરી હોય તેમ આંતરિક રોડ બેહાલ બની ચૂક્‍યા છે.
વાપી જી.આઈ.ડી.સી. નોટીફાઈડ એરીયા અંતર્ગત આવતો ચણોદો કોલની વિસ્‍તારમાં નાગરિકી સુવિધાઓ માટે દુર્લક્ષ સેવાતુ હોય તેવી હકિકતો પ્રથમ વરસાદમાં જ ઉજાગર થવા માંડી છે. કોલોનીના આંતરિક રોડો કાદવ-કીચડ અને ગંદકીથી ભારે ખાનાખરાબી સર્જાઈ ચૂકી છે. વાહનો સ્‍લીપ ખાવા સાથે વાહનો પસાર થાય ત્‍યારે કાદવ ઉછળે છે. પરિણામ સ્‍થાનિક રહીશો એવુ માની રહ્યા છે કે, ચણોદ કોલોની વિસ્‍તાર જી.આઈ.ડી.સી. માટે ઓરમાન વિસ્‍તાર હોય તેવો આક્રોશ લોકોમાં પ્રવર્તિ રહ્યો છે. હજુ તો ચોમાસાનો પ્રારંભ જ છે ત્‍યાં જ રસ્‍તાઓ બેહાલ છે. આ વિસ્‍તારમાં તંત્ર દ્વારા પ્રિમોન્‍સુનની કોઈ કામગીરી કરાઈ હોય તેવુ જણાઈ રહ્યું નથી. લોકો એવો પણકટાક્ષ કરી રહ્યા છે કે શું ગુંજન હોય તો આવી સ્‍થિતિ લોકો ચલાવી લે ખરા?

Related posts

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

Leave a Comment