December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું


પ્રતિ વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે : વાપીમાં ત્રણ સ્‍થળોએ ફાયર-ડે ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: આજે 14 એપ્રિલ એટલે ફાયર-ડે ની ઉજવણીનો દિવસ ભારતભરમાં ફાયર-ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે વાપી ટાઉન ઈચ્‍છામૂર્તિ હનુમાન મંદિરમાં ફાયર-ડેની ઉજવણીનો વિશિષ્‍ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહિદોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ ફાયર વિભાગમાં ફરજ બજાવતા વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
રાઉન્‍ડ ધી ક્‍લોક કોઈપણ ઈમરજન્‍સીમાં ફાયર બ્રિગેડ ટીમ લોકોની સેવા કરવા તત્‍પર રહે છે. સર્વ ટુ સેવ સાથે ફાયર બ્રિગેડ એલર્ટ પોઝિશનમાં તહેનાત રહે છે. આજે ભારતવર્ષમાં ભારત સરકારે 14 એપ્રિલનો દિવસ ફાયર-ડે તરીકે ઉજવવાની જાહેરાત કરેલી છે. 14 એપ્રિલના દિવસે ફાયરની મોટામાં મોટીદુર્ઘટના ઘટી હતી. કાર્યક્રમમાં ઉપસ્‍થિત ચીફ ફાયર ઓફિસર મુકેશભાઈએ આ બાબતે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સન 1944 થી 14 એપ્રિલના રોજ મુંબઈ ડોક યાર્ડમાં એક બ્રિટીશ માલવાહક જહાજમાં ભીષણ આગ લાગી હતી. જહાજમાં સ્‍ફોટકો-કેમિકલ હોવાથી ભિષણ આગે વરવુ સ્‍વરૂપ લીધુ હતું. પુરુ જહાજ આગની લપેટમાં આવી ગયું હતું. આગ બુઝાવવા સમગ્ર બોમ્‍બેની ફાયર ફોર્સ ડયુટીમાં હતી. આ દુર્ઘટનામાં 66 જેટલા ફાયરમેન શહિદ થયા હતા. જ્‍યારે 300 ઉપરાંત સિવિલીયનના મોત થયા હતા. તે દિવસની યાદગીરી અને મૃતકોને શ્રધ્‍ધાંજલી માટે 14 એપ્રિલનો દિવસ દેશભરમાં ફાયર-ડે તરીકે ઉજવાય છે. આજે વાપીમાં ફાયરની ગાડીઓને શણગારી, અવરનેશના સ્‍લોગનો સાથે શહેરમાં ફરીને ફાયર-ડેની ઉજવણી કરી હતી. ફાયર-ડે ઉજવણી અન્‍ય ત્રણ સ્‍થળોએ પણ કરાઈ હતી. જેમાં પીડીલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ, સેલ્‍બી હોસ્‍પિટલ અને એક ગારમેન્‍ટ યુનિટનો સમાવેશ થાય છે.

Related posts

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: 210704 મતથી ધવલ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

Leave a Comment