October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ ગીતાસદનમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્‍લની દેવી ભાગવત કથામાં આજે મહાકાળી પ્રાગટય ઉત્‍સવ ઉજવાયો હતો. મુખ્‍ય યજમાન અલ્‍કાબેન તુલસીભાઈ ઢીમ્‍મરના હસ્‍તે મહાકાળી માતાજી પારણું ઝૂલાવાયું હતું. અપૂર્વે જીગ્નેશભાઈ ધીયાં, કમલેશભાઈ માલકર દ્વારા આઠમો નવચંડી યજ્ઞ સંપન થયો હતો. કથાના આયોજક લક્ષ્મીબેન બારોટ, શારદાબેન ટંડેલ દવારા સુવિધ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
પ્રફુલભાઈ શુક્‍લએ કહ્યું હતું કે, રક્‍તબીજ અસુરને મારવા માટે માતાજીએ મહાકાળી રૂપ ધારણ કર્યું છે. સમાજમાં જ્‍યારે આંસુરી શક્‍તિ વધે છે ત્‍યારે જગદંબા મહાકાળી રૂપ ધારણ કરીને અસુરોનો નાશ કરે છે.
જય ભવાની જય મહાકાળી ના નાદ સાથે અબીલ ગુલાલની છોલો વચ્‍ચે મહાકાળી પ્રાગટય ઉત્‍સવ ઉજવાયો હતો. બાળ કથાકાર યશુબા બારોટ ચંદ બારોટની સ્‍તુતિ ગાઈ હતી. બાપુના સંગીતકારો દીપકભાઈ બારોટ, ચંદ્રકાન્‍ત રાણા, હરેશભાઈ જાની, અને પ્રતિકભાઈ પટેલ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી. હેમાલીબેન ભુપેન્‍દ્રભાઈ ટંડેલ દ્વારા ઉત્‍સવ વંદના કરાઈ હતી. સોમવારે દેવી ભાગવત કથા અને અષાઢી નવરાત્રી અનુષ્ઠાનને વિરામ આપવામાં આવશે. માન સરોવર હોટેલવાળા મહેન્‍દ્રભાઈ અગ્રવાલ તરફથી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. મંગળવારે સવારે 10 વાગ્‍યાથી કૈલાસ રોડ પર સાંઈલીલાહોલમાં ગોપી ગીત ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે.

Related posts

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

વાપી વિપ્ર કલ્‍યાણ ચેરિટેબલ ટ્રસ્‍ટની દીપાવલી બેઠક યોજાઈ

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

Leave a Comment