September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ઉપાસના સ્‍કૂલમાં ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ

યોગ પ્રોટોકોલ મુજબ 750 જેટલા વિદ્યાર્થીઓને યોગ ટ્રેનિંગ અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: પૂજ્‍ય શ્રદ્ધેયસ્‍વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્‍ણ મહારાજના દિવ્‍ય આશીર્વાદ અને દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજા આર્યના માર્ગદર્શનમાં દક્ષિણ ગુજરાત રાજ્‍ય કાર્યકારીની શીલાબેન વશીની ટીમના યોગ શિક્ષક દિમ્‍પલબેન, કાજલબેન, ઉષાબેન, શિલ્‍પાબેન, કુસુમબેન દ્વારા ઉપાસના સ્‍કૂલ જી.આઈ.ડી.સી. ગુંજન વાપીમાં ત્રણ દિવસીય યોગ શિબિરમાં 9મા આંતરરાષ્‍ટ્રિય યોગ દિન અંતર્ગત યોગ પ્રોટોકોલની પ્રેક્‍ટિસ કરાવવામાં આવી હતી. જેમાં પ્રિન્‍સિપાલશ્રી હરિકેશ શર્મા, લીઓન્‍સ ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગર પ્રેસિડેન્‍ટ રીટાબેન મિષાી, એલ.ઈ.સંસ્‍થાપક (લેડીસ એમ્‍પર), લક્ષ્મીબેન ગોયલ અને શિક્ષક પણ ઉપસ્‍થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ અને યોગ વિશે પણ માહિતગાર કર્યા હતા. ત્રણ દિવસ શિબિરમાં કુલ 750 વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલ અભ્‍યાસ કરાવ્‍યો. શિબિરના અંતિમ દિવસે યોગ શિક્ષક તરીકે સર્ટિફિકેટ આપવામાં આવ્‍યા હતા.

Related posts

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કરાશે

vartmanpravah

ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment