યોગ પ્રોટોકોલ મુજબ 750 જેટલા વિદ્યાર્થીઓને યોગ ટ્રેનિંગ અપાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: પૂજ્ય શ્રદ્ધેયસ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્ણ મહારાજના દિવ્ય આશીર્વાદ અને દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજા આર્યના માર્ગદર્શનમાં દક્ષિણ ગુજરાત રાજ્ય કાર્યકારીની શીલાબેન વશીની ટીમના યોગ શિક્ષક દિમ્પલબેન, કાજલબેન, ઉષાબેન, શિલ્પાબેન, કુસુમબેન દ્વારા ઉપાસના સ્કૂલ જી.આઈ.ડી.સી. ગુંજન વાપીમાં ત્રણ દિવસીય યોગ શિબિરમાં 9મા આંતરરાષ્ટ્રિય યોગ દિન અંતર્ગત યોગ પ્રોટોકોલની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. જેમાં પ્રિન્સિપાલશ્રી હરિકેશ શર્મા, લીઓન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર પ્રેસિડેન્ટ રીટાબેન મિષાી, એલ.ઈ.સંસ્થાપક (લેડીસ એમ્પર), લક્ષ્મીબેન ગોયલ અને શિક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને યોગ વિશે પણ માહિતગાર કર્યા હતા. ત્રણ દિવસ શિબિરમાં કુલ 750 વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો. શિબિરના અંતિમ દિવસે યોગ શિક્ષક તરીકે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.