સીટી બસ સેવાથી ધંધો ઠપ ઠઈ ગયો છે : રિક્ષા અગ્રણીઓએ સાંસદ ધવલ પટેલની મુલાકાત લીધી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શહેરમાં સીટી બસની સેવા કાર્યરત કરી છે. પરંતુ આ સુવિધા વલસાડના રિક્ષા ચાલકોને રાશ આવી રહી નથી. આજે શહેરમાં એક નવો મામલો ઉદ્દભવ્યો હતો. હજારો રિક્ષા ચાલકોએ પાલિકાની સીટી બસ સેવાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલકો લડતનો મુડ બનાવી દીધો હતો. રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલને મળીને તેમની મુશ્કેલીઓ અને ઉકેલ માટે રજૂઆત કરી હતી.
વલસાડમાં સ્થાનિક અને બહાર ગામની મળી રૂા.5 હજાર જેટલી રિક્ષાઓ શહેરની સડકો ઉપર દોડી રહી છે. રિક્ષા ચાલકો અને પરિવાર માટે રિક્ષાની આવક એક માત્ર આવકનોસ્ત્રોત છે. સીટી બસોને લઈને રિક્ષાના ધંધામાં નુકશાન થઈ રહ્યું છે. તેથી રિક્ષા ચાલકોએ નક્કી કર્યું હતું અને માંગ કરી છે કે સીટી બસ સેવા બંધ કરવામાં આવે અને બંધ કરવામાં નહીં આવે તો 5 હજાર રિક્ષા ચાલકો રોડ ઉપર બેસી સખ્ત વિરોધ કરી લડત આપશે. તેવુ રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું.
રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલનીસાથે આજે મુલાકાત લીધી હતી. તેમજ સીટી બસ સેવાને લઈ ધંધા ઉપર થઈ રહેલી અસર નુકશાન અંગે રજૂઆત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીટી બસ કોસંબા, તિથલ અતુલ સહીતના ગામડાઓ સુધી દોડી રહી છે. તેતી અમારો ધંધા પડી ભાંગ્યો છે. સાંસદે રિક્ષા આગેવાનોને સાંત્વના આપી ઘટતું કરવાનો દિલાસો આપ્યો હતો. જોવું એ રહ્યું કે, આવનારા સમયમાં આ મુદ્દો મામલો કેવો રુખ પકડે છે.