Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રેષ્‍ઠ ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારિતોષિક એનાયત

ગાંધીનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રેષ્‍ઠ કલાકાર સહિત વિવિધ 46 કેટેગરીમાં 181 ચલચિત્રોને પારિતોષિક અર્પણ

રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ અને રેલા- હેલ્લારોને મળ્‍યો શ્રેષ્‍ઠ ફિલ્‍મ એવોર્ડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ગાંધીનગરમાં રાજ્‍યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્‍થિતિમાં ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવાનો સમારોહ સ્‍વર્ણિમ સંકુલ-2 ખાતે આજે યોજાયો હતો. જેમાંનાણાંમંત્રી સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પારિતોષિક અર્પણ કરવામાં આવ્‍યા હતા.


પારિતોષિક અર્પણ થયેલા તમામ કલાકારોને શુભેચ્‍છા પાઠવતા નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગત વર્ષ ગુજરાતમાં પ્રથમવાર સિનેમેટિક ટુરિઝમ પોલીસી અમલ કરાઈ છે. ગુજરાતી ફિલ્‍મો માટે પ્રતિબધ્‍ધતા દાખવી સરકારે ફિલ્‍મ નિર્માણ ક્ષેત્રે ઈકો સિસ્‍ટમ ઉભી કરીને ફિલ્‍મ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો પણ વિકાસ કર્યો છે. અનેક લોકોને ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગ માત્ર આજીવિકાનું સાધન નહી પણ ફિલ્‍મ ઉદ્યોગને સાંકળી રોજગારીની નવી તકો સાથે રાજ્‍યના પ્રવાસનને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.

Related posts

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah

ભારતીય સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી મુખ્‍યાલય નવી દિલ્‍હી ખાતેના નિર્દેશક સંદીપ રાણાએ સેલવાસ સ્‍થિત ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર અને દમણના ખેલો ઇન્‍ડિયા વોલીબોલ સેન્‍ટરની લીધેલી મુલાકાત: સંઘપ્રદેશ પ્રશાસનના કાર્યોની કરેલી સરાહના

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

Leave a Comment