(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં અયોધ્યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં તા.22મી જાન્યુઆરી, 2024ના રોજ ચીકન, મટન, મચ્છીની દુકાનો તથા કસાઈખાના અને દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.