October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

  • પોલ્‍યુશન કન્‍સન્‍ટ વગર રિબાર્ક પ્‍લાન્‍ટને ઓપરેટ કરતા જિલ્લા કલેક્‍ટર અને પી.સી.સી.ના મેમ્‍બર સેક્રેટરી સૌરભ મિશ્રાએ રંગેહાથ ઝડપી લીધા હતા
  • જિલ્લા કલેક્‍ટરે સીલ કરી જપ્ત કરેલ માલ ભરેલ ટ્રેઈલર 15મી જૂને કંપનીમાંથી ગાયબઃ સમગ્ર પ્રકરણને દબાવવા કંપનીના સત્તાવાળાઓ દ્વારા લગાવવામાં આવી રહેલું આકાશ-પાતાળનું જોર
  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.27 : દમણના કચીગામ ખાતે આવેલ અને સરકાર દ્વારા આપવામાં આવેલ લીઝ ઉપર કાર્યરત યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડ દ્વારા પોલ્‍યુશન કન્‍સન્‍ટ વગર પ્‍લાન્‍ટ ઓપરેટ કરી ઉત્‍પાદન કરતા હતા. જે અંતર્ગત જિલ્લા કલેક્‍ટર અને દમણ પોલ્‍યુશન કંટ્રોલ કમીટિના મેમ્‍બર સેક્રેટરી શ્રી સૌરભ મિશ્રાએ 19મી મેના રોજ રાત્રિના લગભગ 9:15 વાગ્‍યે આકસ્‍મિક કરેલી તપાસમાં રાત્રિના સમયે રિબાર્ક પ્‍લાન્‍ટ ઓપરેટ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.
દરમિયાન જિલ્લા કલેક્‍ટર અને પોલ્‍યુશન કંટ્રોલ કમીટિના મેમ્‍બર સેક્રેટરી શ્રી સૌરભ મિશ્રાએ 21મી મેના રોજ બે લોડેડ ટ્રેઈલર જે પૈકી ટ્રેઈલર નંબર એમ.એચ.46 બીબી-1490ને જપ્ત કરી સીલ કર્યું હતું.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે 15મી જૂનના રોજ સીલ અને જપ્ત કરેલ ટ્રેઈલર ગુપચુપ રીતે મુદ્દામાલ સાથેક્‍યાંક ગાયબ થઈ ગયો હોવાની જાણકારી મળી છે. આ મુદ્દે પ્રશાસનના કડક અભિગમની અપેક્ષા સેવાઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડને સંઘપ્રદેશના જે તે સમયના પ્રશાસન દ્વારા લગભગ 34 એકર જેટલી જગ્‍યા પાણીના ભાવે લીઝ ઉપર આપવામાં આવી હતી. લીઝ ડીડ અંતર્ગત લીઝ ધરાવતી કંપની આવી નીતિ-નિયમો વિરૂધ્‍ધની પ્રવૃત્તિ કરતી હોય તો તેનું લીઝ રદ્‌ કરવાની સત્તા પણ પ્રશાસન પાસે હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડે પોલ્‍યુશન કન્‍સન્‍ટ વગર વર્ષ 2020માં એડિશનલ પ્રોડક્‍શનમાં ફુઝિયન બોન્‍ડેડ એપોક્ષી કોટિંગ(એફબીઈસી) અને કોટિંગ ઓફ સ્‍ટીલ પાઈપ્‍સ, સ્‍ટ્રક્‍ચર, બાયોડિઝલનું મેળવેલું લાયસન્‍સ પણ ચર્ચાના એરણે ચડયું છે. કારણ કે, પોલ્‍યુશન વિભાગની કન્‍સન્‍ટ વગર દમણમાં પ્રતિબંધિત ગણાતું અને રેડ ઝોનમાં આવતું બાયોડિઝલનું ઉત્‍પાદન કેવી રીતે શરૂ કર્યું?
યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડ દ્વારા નીતિ-નિયમોની કરવામાં આવી રહેલી ધરાર અવહેલનાના સંદર્ભમાં એક જાગૃત નાગરિક દ્વારા દિલ્‍હી ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ(એન.જી.ટી.) પાસે દાદ પણ માંગી છે.
મળતી માહિતી પ્રમાણે યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું 2012થી લીઝ સમાપ્ત થયા બાદ હજુ સુધી રિન્‍યુ પણકરાયું નથી. આ મુદ્દે મુંબઈ હાઈકોર્ટમાં કેસ પેન્‍ડિંગ હોવાની પણ જાણકારી મળી રહી છે.

Related posts

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

vartmanpravah

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment