June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલીના આમધરા-મોગરાવાડી માર્ગ સ્‍થિત ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય સેવાઈ રહ્યો છે. ત્‍યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વાહન ચાલકોની સલામતીના પગલા ભરે તે જરૂરી છે.
ચીખલી – ખેરગામ અને રાનકુવા-રૂમલા બે મુખ્‍યમાર્ગને જોડતો પીપલગભણ-આમધરા-મોગરાવાડી આંતરિક માર્ગ આ વિસ્‍તારના ખેડૂતો અને આમલોકો માટે ખૂબ મહત્‍વનો છે. અને આ માર્ગ વાહન વ્‍યવહારથી ધમધમતો રહે છે. ત્‍યારે આ આમધરા-મોગરાવાડી બે ગામને જોડતા માર્ગ સ્‍થિત ખરેરા નદી પરના હયાત લો-લેવલ પુલ પર લાંબા સમયથી રેલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય તોળાઈ રહ્યો છે.
આમધરા-મોગરાવાડી માર્ગ સ્‍થિત ખરેરા નદી પરના પુલના બન્ને છેડે તીવ્ર વળાંક હોવાથી અને પુલ રેલિંગના સ્‍થાનેજે કોન્‍ક્રીટ પિલ્લર ઉભા કરાયા હતા. તે પણ ગણ્‍યા ગાંઠ્‍યા જ બચ્‍યા છે. પુલની બન્ને બાજુ મહત્તમ લંબાઈમાં રેલિંગ જોવા મળતી નથી. તેવામાં ખાસ કરીને રાત્રીના સમયે વાહન ચાલકોને જોખમ વધી જતું હોય છે. કોઈ સામાન્‍ય ચૂક થાય અને વાહન ચાલક નદીમાં પડે તો જાનહાની પણ થઈ શકે તેવી સ્‍થિતિ રેલિંગના અભાવે જોવા મળી રહી છે.
ઉપરોક્‍ત સંજોગોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા ગંભીરતા દાખવી આમધરા-મોગરાવાડી પુલ પર વાહન ચાલકોની સલામતી માટે રેલિંગની વ્‍યવસ્‍થા કરી બન્ને છેડે તીવ્ર વળાંક હોય વાહન ચાલક ને સાવચેત કરવા માટે રેડિયમ વાળા સાઈન બોર્ડ અને સૂચના પણ લગાવવામાં આવે તે જરૂરી છે.

માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર આમધરા-મોગરાવાડી સ્‍થિત ખરેરા નદી પરનો નવો પુલ બને એટલે જૂનો બ્રિજનું ડીમોલેશન થઈ જશે. નવો પુલ બનતા એક વર્ષનો સમય લાગશે. અને હાલે ત્‍યા ગાર્ડ સ્‍ટોન મુકવામાં આવશે.

Related posts

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

વાપી જીઆઇડીસી રાઇટર સેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી રૂા. 16 લાખની લૂંટના ગુનામાં ચાર આરોપીઓને પકડી પાડતી વલસાડ જીલ્લા એસઓજી અને એલસીબી

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

Leave a Comment