December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની સ્‍કૂલ કોલેજોમાં જિલ્લા પોલીસ દ્વારા યુવા માટે ડ્રગ જાગૃતિ અભિયાન

ઈન્‍ટરનેશનલ ડે અગેન્‍સ ડ્રગ એબ્‍યુઝ એન્‍ડ ઈલેક્‍ટ ટ્રાફિકિંગની ઉજવણી અંતર્ગત આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ જિલ્લા પોલીસ સ્‍પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે અગેન્‍સ ડ્રગ એબ્‍યુઝ એન્‍ડ ઈલેક્‍ટ ટ્રાફિકિંગ ઉજવણીના ભાગરૂપે વાપીની વિવિધ ત્રણ સ્‍કૂલ કોલેજ અને ઈન્‍ડસ્‍ટ્રીઝમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયા.
વાપી છીરી સેન્‍ટર ઝેવિયર્સ સ્‍કૂલ, જ્ઞાનગંગાસ્‍કૂલ છીરી, યુ.પી.એલ., એસ.એસ. સરના ઈન્‍ડસ્‍ટ્રીઝ, અર્શ ફેશન ગારમેન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કામદારો અને વિદ્યાર્થીઓની ડ્રગ ટ્રાફિકિંગની પોલીસે વિસ્‍તારપૂર્વક માહિતી આપી હતી. આર.કે. દેસાઈ કોલેજના વિદ્યાર્થીઓ માટે નુક્કડ નાટક સહિત જાગૃતતા રેલી તથા બાળકોને ડ્રગથી દુર રહેવાની જાણકારી આપવામાં આવી હતી. ડ્રગ લેવાથી સ્‍વાસ્‍થ્‍ય ઉપર થતી અસરોથી નુકશાન અને કેન્‍સર જેવી જીવલેણ બિમારીના ભોગ બની શકાય છે. જેવી માહિતીથી વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા. જિલ્લા પોલીસ દ્વારા કોઈનો લાડકવાયો કે ઘરનો મોભી કે સંતાન ડ્રગ વ્‍યસનમાં ન ફસાય તે માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે.

Related posts

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

Leave a Comment