October 15, 2025
Vartman Pravah
Breaking Newsખેલતંત્રી લેખદમણદેશ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી પ્રદેશમાં અસંભવ ગણાતા સંભવ થયેલા અનેક કામો
  • હવે પ્રદેશના રમત-ગમત ક્ષેત્રે બીસીસીઆઈનું એફિલીએશન અપાવી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટરો માટે અમર્યાદિત તકો ખોલે એવી રખાતી અપેક્ષા
  • ગુજરાતની ટીમમાં દમણ-દીવના એક ડઝન કરતા વધુ યુવા ક્રિકેટરો ફર્સ્‍ટ ક્‍લાસ કક્ષાની મેચ રમી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે છેલ્લા 7 વર્ષમાં શૈક્ષણિક, પ્રવાસન, માળખાગત તથા સામાજિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે કલ્‍પના બહારનો વિકાસ કર્યો છે. ત્‍યારે હવે પ્રદેશના યુવાનો દાદરા નગર હવેલી અને દમણ-દીવને ભારતીયક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) સાથે એફિલીએશન મળે એવી અપેક્ષા યુવાનો વ્‍યક્‍ત કરી રહ્યા છે અને આ અસંભવ ગણાતા કામને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિ જ સંભવ બનાવી શકે એવું પણ માનવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ક્રિકેટની રમત સૌથી લોકપ્રિય રમત છે અને દાનહના સાયલી ખાતે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું ક્રિકેટ સ્‍ટેડિયમનું નિર્માણ પણ પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ કરવામાં આવ્‍યું છે. આ પ્રદેશના એક ડઝનથી વધુ ક્રિકેટરો ગુજરાતની ટીમમાં ફર્સ્‍ટ ક્‍લાસ કક્ષાની મેચો રમી રહ્યા છે. ત્‍યારે જો દાદરા નગર હવેલી અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન પ્રાપ્ત થાય તો ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે અનેક તકો પેદા થવાની સંભાવના છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના 7 વર્ષના કાર્યકાળમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નામ ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ સ્‍તરે પણ ગુંજતું કર્યું છે. આજે દેશના વિકસિત પ્રદેશોને પણ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું અનુકરણ કરવાની પણ ફરજ પડી રહી છે. ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટએસોસિએશનનું બીસીસીઆઈ સાથે જોડાણ કરવામાં આવે તો આ પ્રદેશના ક્રિકેટરોનું ભાગ્‍ય ઉઘડવાની સંપૂર્ણ સંભાવના છે.
આ કાર્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાની ઈચ્‍છાશક્‍તિથી પૂર્ણ કરી દાદરા નગર હવેલી અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશનની ભેટ વહેલી તકે આપશે એવું પ્રદેશના તમામ યુવાનો એક મતે માની રહ્યા છે.
અત્રે યાદ રહે કે, કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશો પાસે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું ક્રિકેટ સ્‍ટેડિયમ નહીં હોવા છતાં બીસીસીઆઈનું એફિલીએશન મળેલું છે. પુડ્ડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્‍ડ, સિક્કિમ, મણીપુર જેવા ક્રિકેટ એસોસિએશનો પણ બીસીસીઆઈ સાથે એફિલીએટેડ છે. તેથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દરમિયાનગીરીથી જ દાદરા નગર હવેલી અને દમણ-દીવને પણ બીસીસીઆઈ સાથે એફિલીએશનની તક મળી શકે એવું પ્રદેશના ક્રિકેટ પ્રેમીઓનું માનવું છે.

Related posts

દાનહ અનુ.જાતિ/જનજાતિ અધિકાર મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાની તપાસ માટે એસ.પી. અને કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

Leave a Comment