April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વન વિભાગની તાનાશાહી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામમાં આદિવાસીના 60 આંબાના ઝાડ કાપી નાખતા ભારે રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીજીનાનેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સુશાસનના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસંપર્કથી જન સમર્થન કાર્યક્રમ અંતર્ગત કપરાડા સ્‍થાનિક કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે સ્‍ટીકર લગાવી રહ્યા છે. ત્‍યારે કપરાડા તાલુકાના લીખવડ ગામમાં ડુગી ફળીયામાં વર્ષોથી જમીન ખેડતા આવેલા એવા પરિવારની જમીનમાં આવેલા ઝાડો જિલ્લાના વનવિભાગના અધિકારીઓ માર્ગદર્શન હેઠળ કાપી નાખવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યુ છે. કપરાડા તાલુકાના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

કપરાડા તાલુકાના લીખવડ ગામમાં ડુગી ફળીયા પેઢી દર પેઢીથી જમીન ખેડતા આવેલા છે. 27/06/2023 ના વલસાડ જિલ્લાના વન વિભાગના અધિકારીઓના દ્વારા ગરીબ આદિવાસીના 60 આંબાના ઝાડ 10 વર્ષના કાપી નાખવામાં આવ્‍યા છે.સ્‍થાનિક ગ્રામજનોમાં ભારે રોષ : કપરાડામાં વાયરલ મેસેજ તા.27/06/2023 એ કપરાડા તાલુકાના લીખવડ ગામે ઉત્તમભાઈ કાળુભાઈ દાહવાડ તેમજ અબૃતભાઈ કાળુભાઈ દાહવાડના આંબાના ઝાડ 10 વર્ષના પંચાયતના પરમીશન વગર ફોરેસ્‍ટર ખાતાના અધિકારીઓ દ્વારા કાપી નાખવામાં આવ્‍યા. શું આ જંગલ જમીન તમારા બાપ દાદાઓએ સાચવેલા છે કે અમારા બાપ દાદાઓએ, આદિવસી છે તો આ જંગલ જમીન છે અને જે જમીન સરકારી છે એ જમીન અમારી છે એ વાત ધ્‍યાન રાખવીપડશે. આવું કરનાર આધિકારીએ કહેવું છે કે, આ જોહુકમીથી અમે ડરી નથી જવાના, આવનાર સમય એ દૂર નથી કે આવા જોહુકમી કરતા અધિકારીઓને અમારી ગ્રામસભાની પરમિશન વગર ગામની હદમાં ઘુસવા પણ ના દઈશું. આવનાર સમયમાં આ બાબતે મોટું આંદોલન થશે એ ધ્‍યાન રાખજો.

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં કેટલાક વર્ષોથી આદિવાસી સમાજમાં વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના ભોગ બન્‍યા છે. ગરીબ આદિવાસીના 60 આંબાના ઝાડ 10 વર્ષનામાંથી કાપી નાખવામાં આવ્‍યા છે. આધારભૂત માહિતી મુજબ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે વિરોધ સાથે રેલીઓ આવેદનપત્ર આપવામાં આવશે એવું જાણવા મળ્‍યુ છે.કપરાડા ગરીબ આદિવાસીને દાદા-પરદાદાથી જમીન ખેડતા આવેલા ખેડે તેની જમીન ગુજરાત સરકારનો હુકુમ થયેલ, જેના પર ફોરેસ્‍ટ ઓફિસરએ 10 વર્ષના આંબાના ફળાવ ઝાડ થડમાંથી 60 થી વધુ કાપી નાખવામાં આવેલ ખેડૂત અમ્રતભાઈ કાળુંભાઈ દહાવડને ન્‍યાય મળે એવી તારીખ-30/06/2023 ના લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. ફોરેસ્‍ટ ઓફિસ કપરાડા, સમય સવારે 11.00 વાગ્‍યે. તામામ આદીવાસી યુવાનો, વડીલો તથા સરપંચશ્રી, તાલુકા સભ્‍ય, જિલ્લા સભ્‍ય મોટી સંખ્‍યામાં આવવા આમંત્રણ આપવામાં આવ્‍યુંહતું.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

બીલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

Leave a Comment