 
  
 
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે મુખ્ય ચાર રસ્તા નજીક ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવાના કારણે ગંદકીની ભરમાર જોવા મળે છે. હાલમાં આ ગટરને તોડવાનું કામ ચાલી રહ્યું છે, એનાપહેલાં પણ ચોમાસા દરમ્યાન ગટરને તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને આજદિન સુધી કામગીરી અધૂરી છોડવામાં આવેલ છે. જેના કારણે ગંદકીવાળુ પાણી ઘેરાયેલું રહે છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.
અહીં નજીકમાં શાકભાજી વેચવા બેસતી મહિલાઓ પણ આ દુર્ગંધથી પરેશાન થઈ રહી છે. આ ગટરના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કર્યા બાદ જ તેને તોડવાની કામગીરી કરવી જોઈતી હતી. પરંતુ એવું નહીં થતાં હવે આ દુર્ગંધનો ભોગ ત્યાંથી પસાર થતા બની રહ્યા છે અને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.


