Vartman Pravah
Breaking Newsદમણદીવ

દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલનો આજે જન્મ દિવસ

ગૌરાંગ પટેલ રાજકીય વારસાથી નહીં પણ પોતાના બળે પહોંચ્‍યા છે ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ સુધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર શ્રી લાલુ પટેલની સતત હેટ્રિક જીતમાં શ્રી ગૌરાંગ પટેલે ભાજપના કાર્યકર તરીકે મહત્‍વની ભૂમિકા ભજવી છે. ભાજપે 2020માં શ્રી ગૌરાંગ પટેલને દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાની જવાબદારી સોંપી છે. શ્રી ગૌરાંગ પટેલ બાળપણથી જ તેના રાજકીય માતા-પિતા તરફથી રાજકીય કૌશલ્‍ય શીખ્‍યા છે. શ્રી ગૌરાંગ પટેલ દમણ અને દીવના તમામ સમાજના યુવાઓમાં સારો પ્રભાવ ધરાવે છે, તેઓ યુવાનોને હંમેશા રમત-ગમત, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં સાથ આપી રહ્યા છે અને તેમનો હોંશલો બુલંદ કરી રહ્યા છે.
દમણ-દીવના રાજકારણમાં રાજકીય વારસાને કારણે નહીં, પરંતુ લગાતાર એક દાયકાથી વધુ સમય સુધી ભાજપમાં એક કાર્યકર બનીને પાર્ટીની જીમાં મહત્‍વની ભૂમિકા ભજવવાને કારણે દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે પહોંચેલા શ્રી ગૌરાંગ પટેલનો આજે જન્‍મદિવસ છે. દમણ-દીવના યુવાનો માટે રાજકીય પ્રેરણા તરીકે કામ કરતા શ્રી ગૌરાંગ પટેલનો યુવાનોમાં ઘણો પ્રભાવ છે. રમત-ગમત, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં યુવાનોને હંમેશા શ્રી ગૌરાંગ પટેલનો સાથ અને સહકાર મળતો રહ્યો છે.વર્ષ 2007-’08થી ભાજપના કાર્યકર બનીને શ્રી ગૌરાંગ પટેલે 2020 સુધી પક્ષનું કામ ખૂબ જ સારી રીતે કર્યું. તેમની યુવા ટીમ સાથે સક્રિય રીતે કામ કરતા, શ્રી ગૌરાંગ પટેલે તેમના પિતા સાંસદ શ્રી લાલુ પટેલને 2009, 2014 અને 2019માં દમણ-દીવ લોકસભા બેઠક ઉપરથી સંસદમાં લાવવામાં અને ભાજપની હેટ્રિક જીતમાં શ્રી ગૌરાંગ પટેલે મહત્‍વની ભૂમિકા ભજવી છે. શ્રી ગૌરાંગ પટેલે દમણ-દીવમાં સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓની ચૂંટણીઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવતા ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ભારે જહેમત ઉઠાવી છે. રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા શ્રી ગૌરાંગ પટેલે બાળપણથી જ તેમના માતા-પિતા પાસેથી રાજકારણનું કૌશલ્‍ય શીખ્‍યું હતું અને તેથી જ દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ સુધી તેઓ રાજકીય વારસાના કારણે નહીં પરંતુ તેમની મહેનત અને ક્ષમતાના કારણે પહોંચ્‍યા છે. યુવાનોમાં સારી પકડ ધરાવતા શ્રી ગૌરાંગ પટેલના કાર્યોને જોતા ભાજપે 2020માં દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપી હતી. ત્‍યારથી લઈને અત્‍યાર સુધી શ્રી ગૌરાંગ પટેલ યુવા મોરચાના સંગઠનને વધુ મજબૂત કરવામાં વ્‍યસ્‍ત છે.
દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાની જવાબદારી નિભાવતા શ્રી ગૌરાંગ પટેલે દરેક ગામ અને દરેક શેરીમાં પહોંચીને યુવાનોનીટીમ તૈયાર કરી છે. આગામી લોકસભા ચૂંટણી 2024માં પણ દમણ-દીવ લોકસભા બેઠક પર ભાજપને જીત અપાવવા માટે શ્રી ગૌરાંગ પટેલે યુવાનો સાથે કમર કસી છે. યુવાનોના પ્રિય એવા દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી ગૌરાંગ પટેલના આજે જન્‍મદિવસ નિમિત્તે તેમના સાથી યુવાનો, શુભેચ્‍છકો અને સગાં-સંબંધીઓ તથા મિત્રવર્તુળો તેમને શુભેચ્‍છા પાઠવશે.

Related posts

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

vartmanpravah

Leave a Comment