Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ-દાભેલ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય

ત્રીજા સ્‍થાને રહી શ્રીનાથજી સ્‍કૂલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 06: આજે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલ દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં અંડર-17ની શ્રેણીમાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ દાભેલ ચેમ્‍પિયન બની હતી અને રનર્સ અપ બનવાનું સૌભાગ્‍ય સાર્વજનિક વિદ્યાલય દમણની ટીમના ફાળે ગયું હતું. જ્‍યારે શ્રીનાથજી સ્‍કૂલ ત્રીજા સ્‍થાને રહી હતી.
સંઘપ્રદેશના યુવા અને ખેલ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં સંઘપ્રદેશમાં રમત સંસ્‍કૃતિના વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદની પહેલ હેઠળ ખેલ વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા દમણમાં દમણ જિલ્લા રમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આજે રમાયેલ દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડીની સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ ચેમ્‍પિયન બની હતી. અંડર-17 બોયઝ કબડ્ડી સ્‍પર્ધાના વિજેતા ખેલાડીઓને સ્‍પોર્ટ્‍સ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, શ્રી દેવજરાસિંહ રાઠોડે ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

vartmanpravah

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

vartmanpravah

Leave a Comment