July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20
વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની આજરોજ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્‍લા કલેકટરે બંધ પડેલ દુકાનની ફાળવણી કરવા, આવશ્‍યક ચીજ વસ્‍તુઓના વિતરણમાં લાભાર્થીઓની સંખ્‍યા વધારવા, પુરવઠાની નિયત ધોરણે તપાસણી કરવા, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણની કામગીરી, ઉજ્જવલ યોજનાની કામગીરી અને ઇ- શ્રમની નોંધણી વધુ ઝડપી કરવા બાબતે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં સમિતિમાં નવા નિમાયેલા સભ્‍યોને આવકારી સમિતિના કામકાજ બાબતે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
બેઠકમાં વલસાડના જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદ ર્ડા. કે. સી. પટેલ, વલસાડ, ધરમપુર અને ઉંમરગામના ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણભાઇ પાટકર તેમજ સમિતિના સભ્‍યો, નિવાસી અધિક કલેકટરશ્રી એન. એ. રાજપૂત, જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી કેતુલ ઇટાલીયા તેમજ જિલ્‍લાના તમામ તાલુકા મામલતદારો અને સંબધિત વિભાગના અધિકારીઓહાજર રહ્યા હતા.

Related posts

દાનહ એક્‍સાઇઝ વિભાગે દાદરામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર પાડેલી રેડ

vartmanpravah

કોરોનાના પ્રવેશને રોકવા સંઘપ્રદેશની હોસ્‍પિટલોમાં યોજાઈ મોકડ્રિલઃ ઈમરજન્‍સી ચિકિત્‍સા સંસાધનોનું કરવામાં આવ્‍યું નિરીક્ષણ

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

vartmanpravah

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

Leave a Comment