October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણના ગ્રામ્‍ય વિસ્‍તારોના વિકાસ માટે જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે દોહરાવેલો સંકલ્‍પ

  • જિલ્લા પંચાયતમાં મહત્‍વની ગણાતી કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે વર્ષિકાબેન પટેલ, જાહેર બાંધકામ વિભાગ સમિતિના અધ્‍યક્ષ પદે સુનિતાબેન હળપતિ અને શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે મૈત્રીબેન પટેલની વરણી

  • જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ પદે ફાલ્‍ગુનીબેન પટેલ, સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષની જવાબદારી સિમ્‍પલબેન પટેલ અને મહિલા અને બાળ કલ્‍યાણ તથા યુવા ગતિવિધિ સમિતિના અધ્‍યક્ષ પદે રીનાબેન પટેલની કરાયેલીનિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહની ઉપસ્‍થિતિમાં આજે મળેલી સામાન્‍ય સભામાં જિલ્લા પંચાયતની કારોબારી, જાહેર બાંધકામ તથા શિક્ષણ સમિતિ જેવી મહત્‍વની સમિતિઓ સહિત અન્‍ય છ સમિતિઓની રચના સર્વ સંમતિથી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી વર્ષિકાબેન પિયુષભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી છે. આ સમિતિમાં શ્રીમતી મૈત્રીબેન જતિન પટેલ, શ્રીમતી સુનિતાબેન મોહન હળપતિ, શ્રીમતી ગોદાવરીબેન શીતલકુમાર પટેલ અને શ્રીમતી ફાલ્‍ગુનીબેન રિતેશ પટેલ સભ્‍યો તરીકે સેવા આપશે.
જિલ્લા પંચાયતમાં મહત્‍વની ગણાતી જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી સુનિતાબેન મોહનભાઈ હળપતિની વરણી કરવામાં આવી છે. તેમની સાથે સભ્‍યોમાં શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલ, શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, શ્રીમતી સિમ્‍પલબેન અમ્રત પટેલ અને શ્રી મેહુલ કેશવભાઈને સમાવવામાં આવ્‍યા છે.
શિક્ષણ સમિતિના અધ્‍યક્ષની જવાબદારી શ્રીમતી મૈત્રીબેન જતિન પટેલને સુપ્રત કરવામાં આવી છે. તેમની સાથે સભ્‍ય તરીકે શ્રી મેહુલ કેશવ, શ્રીમતી વર્ષિકાબેન પિયુષ પટેલ, શ્રી સદાનંદ મંગલભાઈ મીટના અને શ્રીમતીસુનિતાબેન મોહન હળપતિ સભ્‍યો તરીકે સેવા આપશે.
જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી ફાલ્‍ગુનીબેન રિતેશ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી છે. તેમની સાથે સભ્‍ય તરીકે શ્રી દિનેશભાઈ ફકીરભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ જગુભાઈ પટેલ, શ્રીમતી ગોદાવરીબેન શીતલકુમાર પટેલ અને શ્રીમતી વર્ષિકાબેન પિયુષભાઈ પટેલને સમાવાયા છે.
સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી સિમ્‍પલબેન અમ્રતભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી છે. તેમની સાથે શ્રીમતી ઈશુબેન રાજેશ પટેલ, શ્રી દિનેશભાઈ ફકીર ધોડિયા, શ્રી મેહુલ કેશવભાઈ પટેલ અને શ્રી સદાનંદ મંગલભાઈ મીટનાને સભ્‍ય તરીકે લેવાયા છે.
મહિલા અને બાળ કલ્‍યાણ તથા યુવા ગતિવિધિ સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તેમની સાથે સભ્‍યો તરીકે શ્રીમતી ઈશુબેન રાજેશ પટેલ, શ્રી યોગેશભાઈ જગુભાઈ પટેલ, શ્રી સદાનંદ મંગલભાઈ મીટના અને શ્રીમતી સિમ્‍પલબેન અમ્રતભાઈ પટેલને લેવામાં આવ્‍યા છે.
જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે નવગઠિત વિકાસ સમિતિઓના તમામ પદાધિકારી અને સભ્‍યોને શુભકામના આપતાં દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોના વિકાસ માટે એક ટીમ બની પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો અસરકારકરીતે અમલ કરવાનો સંકલ્‍પ દોહરાવ્‍યો હતો.

સંઘપ્રદેશ પ્રશાસન અને મોદી સરકારનું ફોકસ મહિલા-બાળ કલ્‍યાણ અને યુવા વિકાસ

દમણ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ કલ્‍યાણ તથા યુવા ગતિવિધિ સમિતિ પાસે કામ કરવાની રહેલી વિશાળ તકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લા પંચાયતની નવગઠિત સમિતિઓના અધ્‍યક્ષ અને સભ્‍યોને નીતિ-નિયમોની મર્યાદામાં રહીને વિકાસના કામો કરવા માટે વિશાળ સત્તાઓ છે. પરંતુ અત્‍યાર સુધીના લગભગ તમામ અધ્‍યક્ષો અને સભ્‍યો પોતાની સમિતિઓને ન્‍યાય અપાવી શક્‍યા નથી.
હાલમાં મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનનું ફોકસ મહિલા અને બાળ કલ્‍યાણ તથા યુવા ગતિવિધિઓ ઉપર છે. આવતા દિવસોમાં ક્રિકેટના વર્લ્‍ડ કપનો વાયરો છવાવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામીણ રમતોને પ્રોત્‍સાહન આપવા પણ નિર્દેશ આપેલો છે.
સંઘપ્રદેશમાં મહિલા અને બાળ કલ્‍યાણ સંબંધી અનેક યોજનાઓ કાર્યાન્‍વિત છે. ત્‍યારે મહિલા અને બાળ કલ્‍યાણ તથા યુવા ગતિવિધિ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કેલેન્‍ડર નક્કી કરી તેના અનુરૂપ કાર્ય ગોઠવવામાં આવે તો દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોના યુવાનોમાં નવી ચેતના આવવાની સંભાવના છે.

Related posts

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

Leave a Comment