Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

  • દાનહ અને દમણ-દીવમાં ફક્‍ત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ક્ષેત્રે જ વિકાસ નથી થયો, પરંતુ વ્‍યક્‍તિ વિકાસ માટે પણ થયેલા અનેક કામો

  • ..છતાં દાનહ અને દમણ-દીવ ભાજપ વિકાસનો શ્રેય લેવા નિષ્‍ફળઃ ભાજપ માટે બંને બેઠકોઉપર જોખમ 

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસ અને અદ્યતનીકરણના પ્રણેતા અને પર્યાય તરીકે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને જોવા પડે છે. છેલ્લા 60-70 વર્ષમાં પ્રદેશનું અદ્યતનીકરણ કે વિકાસ નહીં થયો હોય તેના કરતાં અનેકગણા કામો માત્ર અને માત્ર છેલ્લા 7 વર્ષમાં થયા છે.
કેન્‍દ્રમાં ભાજપ શાસિત મોદી સરકારની સીધી કૃપા આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ ઉપર રહી છે. જેનો ફાયદો પ્રદેશના જન જન સુધી પહોંચી રહ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફક્‍ત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો જ વિકાસ નથી થયો, પરંતુ વ્‍યક્‍તિ વિકાસ માટે પણ કામ થયું છે. જેના કારણે આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની ઓળખ ધડમૂળથી બદલાશે એમાં કોઈ સંદેહ નથી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દરેક ક્ષેત્રે થયેલા વિકાસ અને વ્‍યક્‍તિ ઘડતરના અનેક પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવા છતાં પણ કેન્‍દ્રની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી શ્રેય લેવા માટે ઊણી ઉતરી રહી છે, જે એક મોટું આヘર્ય છે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનું પદ બિન રાજકીય અને બંધારણીય હોવાથી તેઓ પ્રદેશની રાજનીતિમાં હસ્‍તાક્ષેપ કરતા નથી. પરંતુ તેમણે રાંધીને પિરસેલી થાળી જમવાની હેસિયત પણ સ્‍થાનિક ભાજપ નેતૃત્‍વ પાસે નહીં હોવાનું દેખાઈ રહ્યું છે. કારણ કે,સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના વહીવટની દોરેલી લક્ષ્મણરેખામાં તેઓ કોઈને અંદર આવવા દેતા નથી અને તેઓ લક્ષ્મણરેખાની બહાર જતા નથી. જેના કારણે કેટલાક ભાજપ નેતાઓની ચાલતી દુકાનો બંધ થવા પામી છે. જેનું દુઃખ વારે-તહેવારે કેન્‍દ્રિય નેતૃત્‍વ સામે પણ પ્રગટ કરાતું રહે છે.
દાદરા નગર હવેલીની વાત કરવામાં આવે તો ભાજપનું સંગઠન માળખું વેરવિખેર છે. દાદરા નગર હવેલીમાં બહુમતિ વારલી સમુદાયની હોવા છતાં સંગઠનમાં તેમનું લગભગ પ્રતિનિધિત્‍વ નહીંવત જેવું છે.
અન્‍ય રાજ્‍યોની તુલનામાં દમણ-દીવમાં મતદારો અને વસતી પણ ઓછી છે. આ ટચૂકડા વિસ્‍તારમાં ટીફિન બેઠક કે ઓટલા બેઠક અપ્રસ્‍તૂત બની જતી હોય છે. આ વિસ્‍તારમાં તો લોકોની મૂળભૂત સમસ્‍યા રોડ, લાઈટ, પાણી અને આરોગ્‍યની સુવિધા બરાબર મળે છે કે નહીં?, નોકરી-રોજગારની સમસ્‍યા હલ કરવા ઉપર નજર દોડાવવી ખુબ જરૂરી છે.
એક તરફ ઐતિહાસિક થયેલા વિકાસથી થનારા ફાયદાઓથી પ્રદેશના લોકોને રૂબરૂ કરાવવાની જવાબદારી સ્‍થાનિક ભાજપે ઉપાડવી જરૂરી છે. હવે સમય ખુબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે. આગામી 8-9 મહિનામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થશે. દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાચરણે ધરવા માટે ભાજપ સંગઠન કેવી રણનીતિ અપનાવે તેના ઉપર મદાર છે. જો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના વિકાસ માટે કોઈ કસર બાકી રાખી નથી. વિકાસને કેન્‍દ્રમાં રાખીને જો મતદાન થાય તો બંને બેઠકો ઉપર ભાજપનો ઝળહળતો વિજય કોઈ રોકી નહીં શકે. પરંતુ ચૂંટણીમાં ફક્‍ત વિકાસ જ નહીં પરંતુ ઉમેદવારની સાથે સાથે ભાજપ સંગઠનની રણનીતિ અને ટીમવર્ક પણ એટલું જ મહત્‍વનું રહે છે. તેથી હવે પછીનો સમય પ્રદેશના ભવિષ્‍ય માટે પણ નિર્ણાયક રહેશે.

Related posts

મોટી દમણની પરિયારી શાળાના 4 શિક્ષકોને રોટરી ક્‍લબ દ્વારા મળેલો ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

Leave a Comment