January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મરવડની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના ઉચ્‍ચ અને ટેક્‍નિકલ શિક્ષણ નિર્દેશક શિવમ તેવટિયાએ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણ જિલ્લાની મરવડ ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પ્રિ-પ્રાઈમરી અને ધોરણ 1માં પ્રવેશ લેતા નાના બાળકોને આનંદ-ઉત્‍સાહ સાથે શાળા પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના હાયર અને ટેક્‍નિકલ એજ્‍યુકેશન નિર્દેશક શ્રી શિવમ તેવટિયા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી બાળકોનું ઉત્‍સાહવર્ધન કર્યું હતું.
આ પ્રસંગે મરવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
મુખ્‍યઅતિથિ શ્રી શિવમ તેવટિયાએ દમણની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં ધોરણ 12 પછી ચાલતા વિવિધ અભ્‍યાસક્રમોનું શાળાના આચાર્ય શિક્ષકો અને સ્‍કૂલ મેનેજમેન્‍ટ કમીટિના અધ્‍યક્ષ સાથે વાતચીત કરી વિશેષ માર્ગદર્શન આપ્‍યું હતું અને સરકારી કોલેજનો વધુમાં વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment