Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

સેલવાસની ફાસ્‍ટ ટ્રેક કોર્ટના વિદ્વાન ન્‍યાયાધિશ એસ.એસ.આડકરે સંભળાવેલી સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સેલવાસ ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટમાં લગભગ 6 મહિનાથી ચાલી રહેલા એક સગીરાસાથેના બળાત્‍કાર કેસમાં આજે વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી એસ.એસ.આડકરે આરોપી સંજય રામપાલ રહે. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશને દોષિત ઠેરવી 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000ના દંડની સજા સંભળાવવાનો શિરમોર ચુકાદો આપ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 03 ઓગસ્‍ટ, 2022ના રોજ સેલવાસ ખાતે રહેતી પીડિત સગીરાના પરિવારજનોએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્‍યું હતું કે, સંજય રામપાલ રહે. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ પોતાની દિકરીને ઘર સુધી છોડવાના બહાને તેણીની સાથે બળાત્‍કાર કર્યો હતો. પીડિતાએ ઘરે આવી પોતાની પુરી આપવીતિ માતાને સંભળાવી હતી. ત્‍યારબાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આરોપી વિરૂદ્ધ આઈપીસીની 376 કલમ અને પોક્‍સો એક્‍ટની કલમ 6 અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પીડિતા અને તેના પરિજનોના બયાન લીધા બાદ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે પીડિતાની મેડિકલ તપાસ પણ કરાવી હતી.
આ કેસના તપાસ અધિકારી મહિલા એ.એસ.આઈ. સુશ્રી પી.કે.પટેલે સેલવાસ પોક્‍સો ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી હતી. પોક્‍સો કોર્ટના વિશેષ વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી એસ.એસ.આડકરે પીડિતાની મેડિકલ તપાસ, તપાસનીશ અધિકારી, પીડિતાના પરિજનો, અન્‍ય સાક્ષીઓને સાંભળ્‍યા બાદ આરોપી સંજય રામપાલને દોષિત ઠેરવી 20વર્ષની કઠોર જેલ અને રૂા.15000ના દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં વિશેષ સરકારી વકિલ શ્રીમતી નિપુર્ણાબેન મહેન્‍દ્રસિંહ રાઠોડે કરેલી જોરદાર પેરવીના કારણે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

Related posts

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment