January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્‍યાણ સુત્રને સાર્થક કરવા માટે વલસાડના સરોધી કા મહારાજા યુવા ગૃપ દ્વારા સરહદી વિસ્‍તારની અસલકાંટી કેન્‍દ્રમાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈ ધો.8 સુધી કુલ 80 થી વધુ માતા કે પિતા વિનાના બાળકોને દફતર, નોટબુક, પેન્‍સિલ, રબર, બોલપેનની કિટ વિતરણ કરવામાં આવી હતી. આ વર્ષે આ સંસ્‍થા દ્વારા કુલ 500 કિટનું વિતરણ કરવામાં આવ્‍યુ છે.
જન્‍મદિન, લગ્ન એનિવર્સરી કે કોઈ સ્‍વજનોની પુણ્‍યતિથિએ આપેલ દાન દ્વારા શિક્ષણ એ જ શ્રેષ્ઠ કલ્‍યાણ સેવાયજ્ઞ પ્રજ્‍વલિત થઈ રહ્યો છે. જેનું સમગ્ર સંચાલન શિક્ષક દંપત્તિ સ્‍નેહલભાઈ અને ચાંદનીબેન તેમજઆનંદભાઈ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. શૈક્ષણિક કીટ દરમિયાન કપરાડા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર સંજયભાઈ બી. મકવાણા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર પ્રિયંકાબેન ઠાકોર તથા કેન્‍દ્ર શિક્ષક ધર્મેશભાઈ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારો ‘માતૃ અને વિદ્યાશક્‍તિ સન્‍માન’ સમારંભ

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

Leave a Comment