October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.21: મતદારોને-મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન (લ્‍સ્‍ચ્‍ચ્‍ભ્‍) હેઠળ બાઈક રેલીનું આયોજન વલસાડ લોકસભા મતવિસ્‍તારમાં આવેલ 177- વાંસદા (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્‍તારના વાંસદા સ્‍થિત ગાંધી મેદાનથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વાંસદા પ્રાંત અધિકારીશ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારી ડી.આઈ. પટેલના નેતૃત્‍વમાં યોજાયેલ બાઈક રેલી ગાંધી મેદાનથી શરૂ થઈ વાંસદાના મુખ્‍ય માર્ગો પર નીકળી હતી. જેમાં વાંસદાના પ્રાંત તથા તાલુકા કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો ઉત્‍સાહપૂર્વક જોડાયા હતા. આ બાઈક રેલી વાંસદાના મુખ્‍ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્‍ચાર કરી જૈન મંદિર સહકારી સંઘ થઈને ગાંધી મેદાન ખાતે સમાપન કરવામાં આવી હતી.

Related posts

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment