August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના જાણીતા ડોક્‍ટરની ગાડીમાં લીલવેણ નામનો સાપ નિકળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
પારડી, તા.18: પારડી ચાર રસ્‍તા સ્‍થિત આવેલ નાડકર્ણી હોસ્‍પિટલના ડો. જીજ્ઞાબેન ગરાસીયા આજરોજ બપોરે હોસ્‍પિટલથી ઘરે જવા કલરવ હોસ્‍પિટલ પાસે પાર્ક કરેલ પોતાની ફોર વ્‍હિલર ગાડીમાં બેઠા હતા. આ દરમ્‍યાન તેમણે પોતાની ગાડીના બોનેટ પર લીલા કલરનો દોરો જેવું જોતા પ્રથમ નજરે તેમને કોઈ વનસ્‍પતિનો વેલો હશે એવું માની નજર અદાજ કર્યું હતું પરંતુ આ વેલામાં એમણે મુમેન્‍ટ જોતા અને સાપ હોવાનું જણાતા ગભરાઈને તેઓ ગાડી બહાર આવી ગયા હતા.
ગાડીની બાજુમાં જ ઉભેલા આશિફભાઈ નામના વ્‍યક્‍તિએ તાત્‍કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારીને જાણ કરતા જીવદયા ગ્રુપના સભ્‍ય યાસીનભાઈ સ્‍થળ પર તાત્‍કાલિક આવી પહોંચ્‍યા હતા. પરંતુ આ દરમ્‍યાન આ સાપ બોનેટમાંથી એન્‍જિનમાં ઘૂસી ગયો હતો. પાસીનભાઈએ કારનું બોનેટ ખોલી એન્‍જિનમાંથી સાપને સહી સલામત રીતે રેસ્‍ક્‍યૂ કરી જંગલ ખાતાને સોંપવાની તૈયારી હાથ ધરી હતી.
વધુમાં યાસીનભાઈએ જણાવ્‍યું હતું કે, આ સાપને લીલવણ કે દેશી ભાષામાં લિલફોણ તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ બિન ઝેરી છે. ડોક્‍ટર જીજ્ઞાબેન ગરાસિયા પણ જીવદયા ગ્રુપનો ખૂબ આભાર માન્‍યો હતો અને જીવદયા ગ્રુપની કાર્યશૈલીને વખાણી હતી.

Related posts

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંઘપ્રદેશમાં આન બાન શાનથી આરંભ

vartmanpravah

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજથી દમણમાં ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ : પ્રશાસન દ્વારા તૈયારી પૂર્ણ

vartmanpravah

Leave a Comment