October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

2024ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં નાની દમણ કચીગામ ખાતેના સચિવાલયના સભાખંડમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે કરેલી બેઠક

તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પ્રથમ સ્‍તરીય તપાસ (એફ.એલ.સી.)ની બાબતમાં પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી આપવામાં આવેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : આજે નાની દમણના કચીગામ ખાતે સચિવાલયના સભાખંડમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી ટી.અરૂણની અધ્‍યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આગામી લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સંયુક્‍ત મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રી આશિષ મોહન, નોડલ અધિકારી (ઈવીએમ), ભાજપનાપ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિમલ પટેલ, શિવસેનાના પ્રતિનિધિ શ્રી અમ્રતલાલ પટેલ અને શ્રી ગુલાબ વિષ્‍ણુ પટેલ, નવસર્જન પાર્ટીના શ્રી મહેશકુમાર ઈશ્વરભાઈ પંચાલ, બહુજન સમાજ પાર્ટીના શ્રી પ્રભાકર અને સંદીપ બોરસાએ ભાગ લીધો હતો.
તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને પ્રથમ સ્‍તરીય તપાસ (એફ.એલ.સી.)ની બાબતમાં પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી જાણકારી આપવામાં આવી હતી અને તેમના દાયિત્‍વની બાબતમાં માહિતગાર કરાયા હતા. આગામી લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં પ્રથમ સ્‍તરીય તપાસ (એફ.એલ.સી.) પ્રક્રિયામાં ભાગ લેવા માટે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પ્રોત્‍સાહિત કરાયા હતા.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર

vartmanpravah

Leave a Comment