(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
પારડી, તા.18: પારડી ચાર રસ્તા સ્થિત આવેલ નાડકર્ણી હોસ્પિટલના ડો. જીજ્ઞાબેન ગરાસીયા આજરોજ બપોરે હોસ્પિટલથી ઘરે જવા કલરવ હોસ્પિટલ પાસે પાર્ક કરેલ પોતાની ફોર વ્હિલર ગાડીમાં બેઠા હતા. આ દરમ્યાન તેમણે પોતાની ગાડીના બોનેટ પર લીલા કલરનો દોરો જેવું જોતા પ્રથમ નજરે તેમને કોઈ વનસ્પતિનો વેલો હશે એવું માની નજર અદાજ કર્યું હતું પરંતુ આ વેલામાં એમણે મુમેન્ટ જોતા અને સાપ હોવાનું જણાતા ગભરાઈને તેઓ ગાડી બહાર આવી ગયા હતા.
ગાડીની બાજુમાં જ ઉભેલા આશિફભાઈ નામના વ્યક્તિએ તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને જાણ કરતા જીવદયા ગ્રુપના સભ્ય યાસીનભાઈ સ્થળ પર તાત્કાલિક આવી પહોંચ્યા હતા. પરંતુ આ દરમ્યાન આ સાપ બોનેટમાંથી એન્જિનમાં ઘૂસી ગયો હતો. પાસીનભાઈએ કારનું બોનેટ ખોલી એન્જિનમાંથી સાપને સહી સલામત રીતે રેસ્ક્યૂ કરી જંગલ ખાતાને સોંપવાની તૈયારી હાથ ધરી હતી.
વધુમાં યાસીનભાઈએ જણાવ્યું હતું કે, આ સાપને લીલવણ કે દેશી ભાષામાં લિલફોણ તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ બિન ઝેરી છે. ડોક્ટર જીજ્ઞાબેન ગરાસિયા પણ જીવદયા ગ્રુપનો ખૂબ આભાર માન્યો હતો અને જીવદયા ગ્રુપની કાર્યશૈલીને વખાણી હતી.
