October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

દમણમાં વિવિધ સ્‍થળોએ એક હજારથી વધુ કેમેરાઓ લગાવવાના આયોજનની કલેક્‍ટરશ્રીએ આપેલી જાણકારી

રૂા. 120.પ0 કરોડના ખર્ચથી 300 બેડની અદ્યતન નવી મરવડ હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય પ્રગતિ ઉપર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: મોટી દમણના લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ તિરંગો લહેરાવી પ્રજાજનોને સ્‍વતંત્રતા દિવસની શુભકામના અને અભિનંદન પાઠવ્‍યા હતા.
કલેક્‍ટરશ્રી સૌરભ મિશ્રાએ જણાવ્‍યું હતું કે, આઝાદીથી અત્‍યાર સુધી આપણા દેશે અનેકઉપલબ્‍ધિઓ હાંસલ કરી છે અને તેમાં આપણો સંઘપ્રદેશ અને જિલ્લો પણ પાછળ નથી રહ્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સ્‍વચ્‍છ સર્વેક્ષણ, પોષણ અભિયાન, સ્‍વચ્‍છ-સુંદર શૌચાલય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઈ-ગવર્નન્‍સ, ટી.બી. નિર્મૂલન, બેટી બચાવો, બેટી પઢાવો જેવી મહત્‍વાકાંક્ષી યોજનાઓમાં ઉત્તમ કાર્ય કરી રાષ્‍ટ્રીયસ્‍તરે પ0થી વધુ એવોર્ડ અને પુરસ્‍કારો પ્રાપ્ત કર્યા છે.
કલેક્‍ટરશ્રી સૌરભ મિશ્રાએ જણાવ્‍યું હતું કે, પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં શાળામાં વિદ્યાર્થીઓના નામાંકનને વધારવા માટે 14 જૂન, 2023ના રોજ શાળા પ્રવેશોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષણ કિટના રૂપમાં સ્‍કૂલ બેગ, નોટબૂક, પાઠય પુસ્‍તકો, કમ્‍પાસ બોક્‍સ વગેરે આપવામાં આવ્‍યા હતા. આ વર્ષે દમણની સરકારી શાળાઓમાં પહેલા ધોરણમાં લગભગ 1 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.
તેમણે જણાવ્‍યું હતું કે, આ વર્ષે બી.એસ.સી. અને એમ.એસ.સી. નર્સિંગનું પરિણામ 100 ટકા રહ્યું છે. આપણા નર્સિંગના વિદ્યાર્થીઓને હિરાનંદાની હોસ્‍પિટલ મુંબઈ તથા કોકિલાબેન હોસ્‍પિટલ નવી મુંબઈમાં 100 ટકા પ્‍લેસમેન્‍ટ મળી રહ્યું છે. તેમણે દમણ જિલ્લાની 20 સરકારી શાળાઓમાં 73 ઈન્‍ટરએક્‍ટિવ ફલેટ પેનલ સ્‍થાપિત કરી સ્‍માર્ટ રૂમ બનાવાયા હોવાની જાણકારીઆપી હતી.
જિલ્લા કલેક્‍ટરશ્રી સૌરભ મિશ્રાએ જણાવ્‍યું હતું કે, 58 કરોડના ખર્ચથી એરપોર્ટના ટર્મિનલનું નિર્માણ ચાલી રહ્યું છે જે જલ્‍દી પૂર્ણ થશે. રૂા. 13 કરોડના ખર્ચથી મોટી દમણના કિલ્લાની અંદર બગીચાનું નવિનીકરણ અને આઉટ સાઈડ લેન્‍ડસ્‍કેપીંગનું કામ ચાલું હોવાની માહિતી આપી હતી. તેમણે 83 કરોડ રૂપિયાના ખર્ચથી સરકારી મરવડ હોસ્‍પિટલની પાસે નર્સિંગ કોલેજ અને હોસ્‍ટેલના ભવનના નિર્માણનું કામ શરૂ થવાની જાણકારી આપી હતી. તેમણે મરવડ હોસ્‍પિટલમાં લગભગ રૂા. 120.પ0 કરોડના ખર્ચથી અદ્યતન સુવિધાવાળી 300 બેડની નવી હોસ્‍પિટલના નિર્માણનું કામ પ્રગતિ પર હોવાની માહિતી આપી હતી.
દેવકા બીચ ગાર્ડનની સુધારણા, સૌંદર્યકરણ, સંગ્રાહલય ભવન, એક્‍વેરિયમ, ટોયટ્રેન માટે ટ્રેક, કમ્‍પાઉન્‍ડ વોલ, સીડીઓ તથા શૌચાલય યુનિટ વગેરેના નિર્માણનું કાર્ય પ્રગતિ ઉપર હોવાની માહિતી આપી હતી. આ જ રીતે દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ટેન્‍ટ સીટીનું નિર્માણ તથા રામસેતૂ અને જમ્‍પોર બીચ ખાતે શૌચાલયના બ્‍લોકના નિર્માણનું કાર્ય તેજીથી ચાલી રહ્યું હોવાનું જણાવ્‍યું હતું.
જિલ્લા પ્રશાસન દ્વારા દમણમાં ઈન્‍ટિગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર આધારિત સુરક્ષિત પરિયોજના લાગુ કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત દમણ જિલ્લામાં 1 હજારથીવધુ કેમેરા લગાવવામાં આવશે. જેના કારણે દમણમાં ગુના અને ટ્રાફિકના ઉલ્લંઘનની માહિતી મેળવવી અને તેને ઓછી કરવામાં મદદ મળશે.
આ પ્રસંગે દમણ નગરપાલિકાના અધ્‍યક્ષશ્રી અસ્‍પી દમણિયા, દમણ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી રશ્‍મીબેન હળપતિ, દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલ, સરપંચો, જિલ્લા પંચાયતના સભ્‍યો, દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના રાજસ્‍થાની સમાજ દ્વારા શ્રી બાબા રામદેવજીની ધ્‍વજયાત્રા નિકળી

vartmanpravah

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

Leave a Comment