(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દાદરા નગર હવેલીમાંપાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. સેલવાસમાં પાંચ ઇંચ વરસાદ અને ખાનવેલમા દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1417 એમએમ 55.97 ઇંચ અને ખાનવેલમાં 1093.8 એમએમ 43.06 ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.75 મીટર છે. ડેમમાં પાણીની આવક 13267 ક્યુસેક અને પાણીની જાવક 7131 ક્યુસેક નોંધાઈ છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.