Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

યુર્વિ માર્કેટીંગ નામના ગોડાઉનમાં આગ લાગતા સરસામાન બળીને ખાખ થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઝમાં કાર્યરત એક ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
વાપીમાં છાશવારે એક પછી એક ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી એ હવે સામાન્‍ય ઘટના તંત્રને લાગી રહી છે. કારણ કે જરૂરી કોઈ કાયદાકીય પગલા બેફામ ધમધમતા ભંગારના ગોડાઉનો ઉપર ભરાતા નથી તેવો વધુ એક આગનો બનાવ વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં કાર્યરત ઉર્વિ માર્કેટીંગ નામના ગોડાઉનમાં બન્‍યો હતો. ગોડાઉનમાં પ્‍લાસ્‍ટીક અને જ્‍વલનશીલ સરસામાન ભરેલો હોવાથી આગે જોતજોતામાં ભિષણ રૂપ ધારણ કર્યું હતું. આખું ગોડાઉન આગની લપેટોમાં આવી જતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના ધુમાડા ઊંચે સુધઈ ફેલાયા હતા. આગની ઘટનાની જાણ થતા નોટીફાઈડ ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્‍યો હતો. આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. આગ લાગવાનું કારણ બહાર આવ્‍યું નથી.

Related posts

નાના વાઘછીપામાં દોઢ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં ઊંધી પડતા કરુણ મોત

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

વાપી શહેરમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો રોપી કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

vartmanpravah

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું

vartmanpravah

Leave a Comment