Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર જેટલા યુવાનોની દેશના સૈન્‍યમાં પસંદગી થતા ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ

ગામમાં જ યુનિટી ગ્રુપ બનાવી તેમાં 35-જેટલા યુવક-યુવતીઓ જોડાઈ દર રવિવારે વાઘાબારી ડુંગર પર તેમજ દરરોજ સવારે ગામના તળાવની પાળે અને જાતે પોતે દોડવા માટે ગ્રાઉન્‍ડ બનાવી પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. હાલે જ્‍યારે સીઆઈએસએફ, એસઆરપી, બીએસએફ અને એસએસબીમાં દેશના અલગ અલગરાજ્‍યમાં ટ્રેનિંગ મેળવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ફડવેલ ગામના યુવાનોએ અનોખી મિસાલ ઉભી કરી છે જાત મહેનત જિંદાબાદના સૂત્રને અપનાવી સખત મહેનત અને પરિશ્રમ હોય ત્‍યારે સફળ કારકિર્દી માટે આર્થિક કારણ નથી આવતું તે પણ સાર્થક કરીને બતાવ્‍યું છે.
ચીખલી તાલુકાના ફડવેલ ગામના સેવાભાવી યુવાનો દ્વારા બે વર્ષ પૂર્વે યુનિટી ગ્રુપ બનાવવામાં આવ્‍યું હતું. જેમાં ગામના 35 જેટલા યુવક-યુવતીઓ જોડાયા હતા. દેશની સેવામાં જોડાવાના અને રોજગારીના મક્કમ નિર્ધાર સાથે યુનિટી ગ્રુપના નેજા હેઠળ આ યુવક યુવતીઓ દર રવિવારે વાઘાબારી ગામે ડુંગર પર જઈને પ્રેક્‍ટિસ શરૂ કરી હતી. બાદમાં ગામના બેડીયા તળાવની તાળે પણ દરરોજ સવારે દોડવાની પ્રેક્‍ટિસ કરતા હતા ત્‍યારબાદ આ ગ્રુપ દ્વારા જાતે પોતે મહેનત કરી દોડવા માટે એક સુંદર ગ્રાઉન્‍ડ તૈયાર કરી દરરોજ સવારે સાડા પાંચ વાગ્‍યે ભેગા થઈ સાત વાગ્‍યા સુધી પ્રેક્‍ટિસ ચાલુ રાખતા હતા. આ ગ્રાઉન્‍ડ પર શાળામાંથી બ્‍લેક બોર્ડ લાવી લેખિત પ્રેક્‍ટિસ પણ આ બોર્ડ પર આરંભ હતી તેમનો રૂટિન અભ્‍યાસને નુકસાન ન થાય તે રીતે સખત પરીશ્રમ કરી મન હોય તો માંડવે જવાય ના સૂત્રને સાર્થક કરવામાં યુવાનો સફળ રહ્યા છે.
ફડવેલ ગામના યુવાનો ગામમાં જશારીરિક કસરત સાથે થીયરીના રીડિંગ માટે ડોડીયા સમાજની વાડીમાં પણ જઈ રહ્યા છે. આ યુવાનોને ગામના પૂર્વ સરપંચ હરીશભાઈ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા મહેશભાઈ સહિતના આગેવાનો મદદરૂપ પણ થઈ રહ્યા છે.
ફડવેલ ગામના આંબાબારીની દીકરી નિતલ મુકેશભાઈ પટેલ હાલે સીઆઈએસએફમાં તમિલનાડુ ખાતે, ગોડાઉન ફળિયાનો દિગ્નેશ રામભાઈ પટેલ બીએસએફમાં આસામના ગુવાહાટીમાં, તો બે સગા ભાઈ પૈકી તરૂણ પ્રવીણભાઈ પટેલ એસઆરપીમાં ભરૂચ જ્‍યારે તેજસ પ્રવીણભાઈ પટેલ સીમા સુરક્ષા બલ (એસએસબી) માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં તાલીમ લઈ રહ્યા છે.
પરવેલ ગામના આ ચારે યુવાનોની છેલ્લા ચાર માસમાં ભારતીય સૈન્‍યમાં પસંદગી થઈ છે. ચાર જેટલા યુવાનોની પસંદગીથી ગામમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ચાર પૈકી જીગ્નેશ પટેલે અભ્‍યાસ સુરતમાં કર્યો છે જ્‍યારે બાકીના ત્રણે ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ કરી આ મુકામે પહોંચ્‍યા છે. હાલે પણ ગામના યુવાનોની પ્રેક્‍ટિસ ચાલુ જ છે.

સ્‍થાનિક તાલુકા પંચાયત સભ્‍ય મહેશભાઈ પટેલના જણાવ્‍યું હતું કે, આદિવાસી સમાજના છોકરાઓ પણ પોતાના ટેલેન્‍ટ અને મહેનતથી દેશની, સરકારની સેવામાં પસંદગી પામ્‍યા છે. ચાર પૈકી ત્રણ તો સામાન્‍ય ખેડૂત પરિવારનાસંતાન છે. મા-બાપને આર્થિક ભરણ આપ્‍યા વિના કોઈ ખાનગી કોચિંગ કે એકેડેમીમાં જવા વિના પોતાની શુઝ બુઝ અને પરીશ્રમથી રોજગારી પ્રાપ્ત કરતા દેશની સેવામાં જોડાતા અમને ખૂબ ગૌરવ અને આનંદ છે.

Related posts

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

Leave a Comment