January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્‍તાર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારોમાં વધતા જતા ધર્માંતરણ અને નક્‍સલવાદની ઘટનાઓ અંગે કપરાડાના વડોલીના સ્‍થાનિક આગેવાનોએ વલસાડ કલેક્‍ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જેનાથી ભારતના વડાપ્રધાન, રાજ્‍યના મુખ્‍યપ્રધાન અને રાજ્‍યના ગૃહરાજ્‍ય પ્રધાનને આવેદનપત્રની નકલો મોકલી કાર્યવાહીની માંગણી કરી છે. વલસાડ વિભાગ જિલ્લા ધરમજાગરણ વિભાગના પ્રમુખ પરિમલ ગરાસીયાના આગેવાનીમાં સ્‍થાનિક વડોલીના અગ્રણીઓ ઉત્તમભાઈ, ચેન્‍દરભાઈ સહિત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રામદાસ રામુ ગહલા, કાશીનાથ શૈલી પાહુ, મંગળુ રાજારામ ગાંવિત, નવરાતી ગોપાલ ગાંવિત, દશરથ ગોપાળ ગાંવિત, સુમિત્રા રામો ગાંવિત અને સીતારામ રામદાસ ગહલા એ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્‍થાનિક કક્ષાએ ધર્માંતરણ કરી રહેલા છે તેમજ નક્‍સલવાદી પ્રવૃત્તિઓ કરી રહેલા છે. જેની સામે કડક અને મક્કમ કાર્યવાહીની માગણી કરેલ છે. આવેદનપત્રમાં જણાવ્‍યા અનુસાર આ લોકો હિન્‍દુઆદિવાસી સમાજના કાર્યક્રમોની વિરૂધ્‍ધ કાર્યવાહી, ઝગડો ઉભો કરતાં હોય છે તેમજ આખા ગામને ખ્રિસ્‍તી બનાવવાની વાતો કરે છે.

Related posts

‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધે છે, જ્‍યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે’

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

vartmanpravah

Leave a Comment