October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

ગોકુલધામમાં બંગલા નં.60માં ચોરો ઘાતકહથિયાર સાથે ઘૂસવાનો પ્રયાસ કરેલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ અબ્રામા વિસ્‍તારમાં આવેલ સોસાયટીમાં મંગળવારે રાતે એક બંગલામાં છ જેટલા ચોર ત્રાટક્‍યા હતા. ઘાતક હથિયાર સાથે આવેલ ચોરો બંગલાનું તાળુ તોડી રહેતા હતા ત્‍યારે પાડોશી જાગી જતા બુમાબુમ કરતા ચોરો ઉભી પૂછડીએ ભાગી છૂટયા હતા.
વલસાડ અબ્રામા ગોકુલધામ સોસાયટીમાં મંગળવારે રાત્રે બંધ બંગલા નં.60નું ઘાતક હથિયારો સાથે આવેલ છ જેટલા ચોર તાલુ તોડી રહ્યા હતા તે દરમિયાન પડોશમાં રહેતા કલ્‍પેશભાઈ યાદવ રાતે જાગી જતા બહાર આવી ઉભા હતા તેમણે જોયુ તો 60ના બંગલાનું ચોર ઈસમો તાળુ તોડી રહ્યા છે. તેથી ઘરમાં આવી અન્‍ય પડોશીઓને ફોન કરી જાણ કરી હતી. લોકોએ બહાર આવીને બુમાબુમ કરતા ચોરો ઉભી પૂછડીએ ભાગી છૂટયા હતા. પરંતુ જતા જતા લોકો ઉપર પથ્‍થરમારો અને લાકડા ફેંકતા રહેલા. ઘટનાની જાણ બાદ સિટી પોલીસ આવી પહોંચી હતી. સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ સાથે વધુ આગળની તપાસ હાથ ધરી હતી. પડોશીઓની સતર્કતા આધિન મોટી ચોરીની ઘટના થતા રહી ગઈ હતી.

Related posts

બોલીવુડની વિવિધ ફિલ્‍મોના શૂટીંગ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો સંઘપ્રદેશ

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

હિંમતનગર : ડીએસપી ઓફિસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો મોટી સંખ્‍યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા

vartmanpravah

દમણ પોલીસે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક અજાણ્‍યા વ્‍યક્‍તિની થયેલી હત્‍યાનો માત્ર 72 કલાકમાં ઉકેલેલો ભેદ

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment