(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગતરોજ કપરાડાના કુંભઘાટ પર થયેલા અકસ્માતના ઈજાગ્રસ્ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોનીમુલાકાત લઈને તેમની તબિયતના ખબર અંતર પૂછીને ઝડપથી પુનઃ સ્વસ્થ થવા માટે શુભેચ્છા પ્રગટ કરી હતી. સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈ કચાસ ન રહે એ માટે હોસ્પિટલના અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાથે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા આઈટી સેલના ઈન્ચાર્જ શ્રી ધૃવિનભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી મિહિર પાંચાલ, હોસ્પિટલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.