June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચા
(ઈજનેર વર્ગ-2) ઉપર સરકારી ગાજ વરસી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાંકી નદીના બ્રિજની કામગીરી ફરજ બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરી આધિન ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફીનો આદેશ કરાયો છે.
વાંકી નદી ઉપર કન્‍ટ્રકશન ઓફ માઈનોર બ્રિજની કામગીરીમાં કોંક્રીટની નબળી ગુણવત્તા માપ પોથીમાં નોંધાયેલ માપોમાં વિસંગતતા દસ્‍તાવેજી 36 જેટલી ક્ષતિઓ થકી 87,99,879નું નુકશાન થયું હોવાનું તપાસમાં બહાર આવતા વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફ કર્યા છે. હૂકમ ક્રમાંક પી.આર.સી./10/2023/03/ઈ-1 મુંબઈથી ફરજ મોકુફકર્યા છે. ત્રણ ઈજનેરમાં અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચાનો સમાવેશ થાય છે. ફરજ બેદરકારી આધિન 87,99,879 રૂા. નુકશાન થયાનું તપાસમાં બહાર આવતા બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરીની સરકારી ગાજ વરસી હતી. તાત્‍કાલિક અસરથી ત્રણેય ઈજનેરોને ફરજ મોકુફ સરકાર તરફથી કરવામાં આવ્‍યા છે.

Related posts

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment