October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં 5 લાખની ખંડણી માંગનાર કથિત બે મહિલા પત્રકારોની આગોતરા જામીન નામંજૂર

ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલ પત્રકાર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ હતી. ધરપકડથી બચવા બે મહિલા પત્રકારોએ આગોતરા જામીનની અરજી વાપી કોર્ટમાં કરી હતી. નામદાર કોર્ટે બન્ને કથિત મહિલા પત્રકારોની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
વાપી બલીઠામાં સ્‍પા સંચાલક પાસે 5 લાખની માંગણી કરનારા કહેવાતા પત્રકાર ક્રિષ્‍ણા ઝા, સોનિયા ચૌહાણ અને સેમ શર્મા વિરૂધ્‍ધ વાપી ટાઉન પો.સ્‍ટે.માં સ્‍પા સંચાલકે ફરિયાદ નોંધાવી હતી. ત્‍યારબાદ ત્રણેય પત્રકારો ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જે પૈકી બે કથિત મહિલા પત્રકાર સોનિયા ચૌહાણ અને સેમ શર્માએ ધરપકડથી બચવાઆગોતરા જામીનની અરજી કોર્ટમાં કરી હતી. વાપીના એડિશનલ જજ પુષ્‍પા સૈનીએ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને કથિત મહિલા પત્રકાર સંધ્‍યા ઉર્ફે સૌનિયા તુષાર અને સેમ મહેન્‍દ્ર શર્માની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરતો હૂકમ કર્યો હતો તેથી પત્રકારોની ધરપકડ નિશ્ચિત બની છે.

Related posts

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીના રોહિણા ખાતેથી સાત જુગારીયાઓને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment