October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

જીવના જોખમે લોકો કરી રહ્યા છે મુસાફરી, જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં બાઈક સવારનો ખાડામાં પડી ફંગોળાતો વિડીયો થયો વાયરલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25
છેલ્લા કેટલાય વર્ષોથી હાઈવે નંબર 48 ના રોડ પર ચોમાસાની સિઝનમાં એટલી હદે ખાડાઓ પડી ખરાબ થઈ જાય કે જાણે આપણે ચંદ્રની સપાટી પર ફરી રહ્યા હોય. આ ખાડાઓને લઈ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે પરંતુ ઘોર નિંદ્રામાં સૂતેલ જવાબદાર તંત્ર વર્ષોની આ સમસ્‍યાનું નિવારણ કરી શકી નથી જેને લઈ નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે.
ગઈકાલે રાત્રે આવી જ એક ઘટના વાપીથી પારડી આવવાના ટ્રેક પર બલીઠા કિયા શોરૂમ પાસે બનવા પામી હતી. પારડી મોટાતાઈવાડ ખાતે રહેતો અબ્‍દુલ રહેમાન ઉંમરમીયા ઉંમર વર્ષ 30 વાપી ખાતેથી નોકરી પતાવી પોતાની યુનિકોન બાઈક પર પરત ઘરે પારડી ફરી રહ્યો હતો. આ દરમ્‍યાન વાપી બલીઠા નજદીક કિયા શો રૂમ પાસે હાઈવે પર ખાડામાં બાઈક પડતા તે દૂર ફંગોળાઈ જતા બાજુમાંથી પસાર થઈ રહેલ કન્‍ટેનરમાં આવતા માંડમાંડ બચી જવા પામ્‍યો હતો.
પાછળ આવતી કારના ડેશબોર્ડમાં લાગેલ કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં સાફ સાફ નજરમાં આવે છે કે ફકત એક સેકન્‍ડના અંતરે આ યુવકનો જીવ બચી જાય છે.
અત્‍યાર સુધીમાં કેટલાય લોકો આ રીતે પોતાના જીવ ગુમાવી ચૂકયા છે ત્‍યારે જવાબદાર તંત્ર પોતાની જવાબદારી સમજી જલદીથી વરસોની આ સમસ્‍યાનો હલ લાવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચી શકે.

Related posts

ડાંગ જિલ્લાના લાકડા ચોર, વિરપ્‍પનો, ખનીજ ચોરોમાં હડકંપ

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

કરમબેલા પંચાયતના બજેટને લાગેલું ગ્રહણ દૂર કરવામાં સરપંચ નિષ્‍ફળ

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

vartmanpravah

Leave a Comment