November 30, 2022
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: સેલવાસના એક યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી જીવન ટૂંકાવતા ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગત મુજબ સેલવાસ ડોકમરડી પુલ નજીક રહેતા દિનેશ પ્રભુનાથ ગુપ્તા (ઉ.વ.32) રવિવારની મોડી રાત્રિના 9:00 થી 10:00 વાગ્‍યાના સુમારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્‍યો હતો. ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરતા પોલીસ સ્‍થળ ઉપર દોડી આવી હતી અને લાશનો કબ્‍જો લઈપોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍ટિલમાં લઈ જવામાં આવી હતી.
મળેલ માહિતી મુજબ દિનેશ હોટલ સંચાલક હતો. આત્‍મહત્‍યાનું કારણ હાલ પતિ પત્‍નીનો ઝઘડો હોવાનું સામે ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

દમણવાડા ખાતે ‘સેલ્ફ હેલ્પ ગૃપ’ની બહેનો માટે પાપડ-અચારના પેકિંગ અને માર્કેટિંગની તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment