October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

આરોપીને રૂા.10 હજારના દંડની પણ સંભળાવેલી સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દુષ્‍કર્મ અને પોક્‍સોના કેસની સુનાવણી સેલવાસની જિલ્લા કોર્ટમાં આરોપીને દસ વર્ષની કેદ અને દસ હજાર રૂપિયા અર્થદંડની સજા સંભળાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદીએ 11 જૂન, 2019ના રોજ ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં સગીરા સાથે રેપની ફરિયાદ નોંધાવી હતી. છોકરીના નિવેદનના આધારે પોલીસે આરોપી આતિશ સુરજી ડુંગરકર વિરુદ્ધ આઇપીસી 376, 420, આર/ડબ્‍લ્‍યુ પોક્‍સો એક્‍ટ-2012ની ધારા-6 મુજબ તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ ફરિયાદીને લગ્નની લાલચ આપી એની સહમતી વગર એના ઘરમાં એમ કહીને શારીરિક સંબંધ બાંધતો કે આપણે લગ્ન કરવાના છે, જ્‍યારે ફરિયાદીના માતા-પિતાએ આરોપી પર લગ્ન માટે દબાણ કર્યું તો બન્ને પરિવારની સહમતીથી સગાઈ કરી લીધી હતી, પરંતુ આરોપી આતિશ સુરજી ડુંગરકરે ફરિયાદીને લગ્નનો ખોટો વાયદો કરી છેતરપીંડી કરી એની સાથે શારીરિકસંબંધ બાંધી અને લગ્ન કરવાની ના પાડી દીધી. આ કેસની તપાસ પી.એસ.આઈ. શ્રીમતી છાયા ટંડેલને સોંપવામાં આવી હતી.
તપાસ દરમ્‍યાન પીડિત પરિવારના સભ્‍યો અને ફરિયાદી તેમજ ગામના સરપંચના બયાન લેવામાં આવ્‍યા, ઘટના સ્‍થળના પંચનામા બાદ પીડિત છોકરીની મેડીકલ તપાસ કરવામાં આવી ત્‍યારબાદ આ કેસની સુનાવણી માનનીય વિશેષ ન્‍યાયાલય સેલવાસ સમક્ષ શરૂ કરવામાં આવી હતી. સુનાવણી દરમ્‍યાન સાક્ષીઓના નિવેદનો અને રેકોર્ડ તેમજ પુરાવાના આધારે વકિલ શ્રી ગોવર્ધન પુરોહિતની ધારદાર દલીલના આધારે વિશેષ ન્‍યાયાધીશ પોક્‍સો અધિનિયમ મુજબ શ્રી એસ.એસ.અડકરે આરોપી આતિશ સુરજી ડુંગરકરને આઇપીસીની કલમ 376 આર/ડબ્‍લ્‍યુ પોક્‍સો અધિનિયમ-2012ની કલમ- 6 મુજબ દસ વર્ષની જેલ અને દસ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી.

Related posts

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment