Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ પોલીસે ઓનલાઇન છેતરપીંડી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ : આરોપીઓ પાસેથી 1,51,900 રૂપિયા અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં 20 માર્ચના રોજ અંદાજીત 6,64,899 રૂપિયાની ઓનલાઇન છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ આવી હતી. આરોપી વિરુદ્ધ આઇપીસીની 420 કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ દાદરા આઉટ પોસ્‍ટના પી.એસ.આઇ. શ્રી શશીકુમાર સિંહ સોંપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીને બેંકના અધિકારી બની મોબાઈલ ફોન પર કોલ કરેલ અને એમનીકેવાયસીની વિગત અપડેટ કરવાના બહાને વિગત માંગી હતી. તપાસ દરમ્‍યાન ફરિયાદીના બેંક ખાતામાંથી 1,39,90 રૂપિયા વોલેટમાં ટ્રાન્‍સફર કરી લીધા હતા. આરોપીઓને ટેક્‍નિકલ અને કેટલાક સૂત્રો દ્વારા જાણવા મળેલ કે તેઓ ઝારખંડના છે.
દાનહ પોલીસ દ્વારા એક ટીમનું ગઠન કરી સાઇબર સેલના પી.એસ.આઇ. શ્રી સુરજ રાઉત સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં ધિરાજકુમાર પેરુ મંડલ (ઉ.વ.19) રહેવાસી ઝારખંડ અને દિપકકુમાર સુધીર મંડલ (ઉ.વ.21) રહેવાસી દેવઘર, ઝારખંડ જેઓને સેલવાસ ખાતે લાવવામાં આવ્‍યા હતા અને તેમની પાસેથી 1,51,900 રૂપિયા અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા હતા.
આગળની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment