Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ટીમે તેલંગાણાને 10-0થી આપેલી હાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, 09 : પૂણેમાં 4 થી 7 જૂન દરમિયાન યોજાયેલી નેશનલ જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ચેમ્‍પિયનશિપમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવની રગ્‍બી ટીમે તેલંગાણાની રગ્‍બી ટીમને 10-0થી હરાવીને પ્રદેશનું ગૌરવ વધાર્યું હતું. આજે સંઘપ્રદેશના રગ્‍બી એસોસિએશનના પ્રમુખ શૌકત મીઠાણીની અધ્‍યક્ષતામાં ખેલાડીઓ અને એસોસિએશનના સભ્‍યો માટે સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી શૌકત મીઠાણીએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્‍ટ્રના પુણેમાં 5 થી 7 જૂન દરમિયાન રગ્‍બી જુનિયર ગર્લ્‍સ નેશનલ ચેમ્‍પિયનશિપનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 30 થી વધુ રાજ્‍યોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં પ્રથમ વખત દમણની છોકરીઓની ટીમે ભાગ લીધો હતો.રાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશિપમાં પ્રથમ વખત રમી રહેલા રગ્‍બી ખેલાડીઓએ તેલંગાણા સામેની મેચ 10-0ના સ્‍કોરથી જીતી હતી.
શ્રી શૌકત મીઠાણીએ રાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશિપમાં ભાગ લઈને કેન્‍દ્ર શાસિત દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નામ રોશન કરનાર તમામ ગર્લ્‍સ ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. ભાજપ સ્‍પોર્ટ્‍સ સેલના પ્રભારી એલેક્‍સ થોમસે તમામ ખેલાડીઓને માર્ગદર્શન પુરૂં પાડયું હતું. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે તેમના અમૂલ્‍ય સમર્થન અને માર્ગદર્શન બદલ રગ્‍બી ઈન્‍ડિયાના પ્રમુખ શ્રી રાહુલ બોઝનો આભાર વ્‍યક્‍ત કર્યો.

Related posts

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

અતિવૃષ્‍ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહી

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment