Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: ડામર પ્‍લાન્‍ટમાંથી નીકળતા કાળા કાર્બન જેવા ધુમાડા લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે પણ હાનિકારકલ પારડી તાલુકાના અરનાલા મરીમાતા ચોકડી નજીકમાં આવેલ ડામર પ્‍લાન્‍ટ કાર્બન યુક્‍ત કાળા ધુમાડા ઓકી રહ્યો છે, આજુબાજુ વિસ્‍તારમાં આવેલ ખેતી તથા અવરજવર કરતા વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્‍યો છે. પારડી-નાસિક નેશનલ હાઈવે 848 ઉદવાડા જતો માર્ગ આવેલ છે. પ્‍લાન્‍ટથી નીકળતા કાર્બન યુક્‍ત ધુમાડા ત્‍યાંથી પસાર થતા વાહન ચાલકોના સ્‍વાસ્‍થ્‍ય તેમજ 500 મીટર ચોકડી આવેલ કાળા ધુમાડાના કારણે અવરોધ થતા અકસ્‍માતને નોતરી રહ્યો હોઈ તેવો ભય છે.
છેલ્લા પાંચ વર્ષથી ઘણા સમયથી આ ડામર પ્‍લાન્‍ટ અહીં સ્‍થિત છે. અને કાળા ધુમાડા હવામાં ભળી પ્રદુષણ ફેલાઈ રહ્યા છે તેમ જ ખેતીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આ ધુમાડાથી શ્વાશ લેવામાં તકલીફ પડતી હોઈ છે. ચોમાસામાં 2 મહિના પહેલા બંધ કરવામાં આવ્‍યો હતો. હાલમાં પ્‍લાન્‍ટ ચાલુ કરવામાં આવ્‍યો છે.ચોમાસું હોવાથી મૌસમ ઠંડુ હોવાથી નિકળતો ધુમાડો ઉપર જવાને બદલે નીચે ફેલાઈ ગયો છે. તો શું આ ડામર પ્‍લાન્‍ટ હમણાં ભર ચોમાસામાં પણ ચલવાની મંજૂરી મળી છે ? કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. જોકે આ બાબતે પણ આ ડામર પ્‍લાન્‍ટ નીતિ નિયમ અને પ્રદુષણ નિયત્રંણ હેઠળ ચલવાના હોઈ છે પરંતુ એનાથી વિપરીત વિના રોક ટોક આવા પ્‍લાન્‍ટ ચાલી રહ્યા છે અને પ્રદૂષણ ફેલાઈ રહ્યો છે કાળા ધુમાડા તે પણ કાર્બન યુક્‍ત ધુમાડા હવામાં દૂર દૂર સુધી પ્રસરી અને લોકોના સ્‍વાસ્‍થ્‍યને નુકસાન પહોંચાડતા કયાંક ને કયાંક લોકો મા છૂપો રોષ જોવા મળી રહ્યો છે ત્‍યારે પ્રદુષણ નિયત્રંણ બોર્ડ અને સ્‍થાનિક તંત્ર આ બાબતે આવા પ્‍લાન્‍ટો ઉપર ચકાસણી કરી તેના વિરુદ્ધ યોગ્‍ય પગલાં ભરી પ્રદુષણ અટકાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ઘણા સમયથી આ ડામર પ્‍લાન્‍ટ અહીં સ્‍થિત છે અને કાળા ધુમાડા હવામાં ભળી પ્રદુષણ ફેલાઈ રહ્યા છે તેમ જ ખેતીને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને આ ધુમાડાથી શ્વાશ લેવામાં તકલીફ પડતી હોઈ છે. આ પ્‍લાન્‍ટ રાત્રી દરમિયાન અને મળસ્‍કે પણ બેફામ ચાલતો જોવા મળ્‍યો છે તો શું આ ડામર પ્‍લાન્‍ટને રાત્રે પણ ચલવાની મંજૂરી મળી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે.
જોકે આ બાબતે પણ આડામર પ્‍લાન્‍ટ નીતિ નિયમ અને પ્રદુષણ નિયત્રંણ હેઠળ ચલવાના હોઈ છે પરંતુ એનાથી વિપરીત વિના રોક ટોક આવા પ્‍લાન્‍ટ અને પ્રદૂષણ ફેલાઈ રહ્યો છે. રાત-દિવસ કાળા ધુમાડા તે પણ કાર્બન યુક્‍ત ધુમાડા હવામાં દૂર દૂર સુધી પ્રસરી અને લોકોના સ્‍વાસ્‍થ્‍યને નુકસાન પહોંચાડતા કયાંકને કયાંક લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે ત્‍યારે પ્રદુષણ નિયત્રંણ બોર્ડ અને સ્‍થાનિક તંત્ર આ બાબતે આવા પ્‍લાન્‍ટો ઉપર ચકાસણી કરી તેના વિરુદ્ધ યોગ્‍ય પગલાં ભરી પ્રદુષણ અટકાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Related posts

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

Leave a Comment