(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપીની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલામાં 14મી નવેમ્બરના દિવસે ખૂબ જ ધામધૂમથી ‘બાળ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે શાળામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને ‘‘બાળ દિન” વિશે સમજાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી શાળાનાં પરિસરમાં ‘આનંદ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વાનગીઓના દુકાનો લગાવવામાં આવ્યા હતા. જેની બાળકોએ ખૂબ જ મજા માણી હતી અને ત્યાર પછી બાળકોને ડીજે પર ધૂમધામ પૂર્વક નૃત્ય કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અનુપમ ઉપાધ્યાયનાં નેતૃત્ત્વ હેઠળ થયો હતો. તેમણે વિદ્યાર્થીઓને બાળ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/11/WhatsApp-Image-2024-11-14-at-7.34.15-PM-960x1266.jpeg)
Previous post