Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા યોજાઈ

પ્રશાસનિક કર્મચારીઓ સહિત શાળા-કોલેજના 300 જેટલા સ્‍પર્ધકોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા ‘‘હિન્‍દી પખવાડિયા” અંતર્ગત આર્ટ સેન્‍ટર, સેલવાસ ખાતે આજે હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શિવ પ્રકાશ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ્‍વતી વંદના ગીતરજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજભાષા વિભાગના ડૉ. અનીતા કુમારે તેમના સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારતાં રાજભાષા હિન્‍દીનું મહત્ત્વ અને હિન્‍દી પખવાડા હેઠળની વિવિધ સ્‍પર્ધાઓના મૂળ ઉદ્દેશ્‍ય પર પ્રકાશ પાડયો હતો.
આ પછી મુખ્‍ય મહેમાન નિવાસી નાયબ કલેક્‍ટર (મુખ્‍ય મથક અને ખાનવેલ) શ્રી અમિત કુમાર અને વિશેષ અતિથિ ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના આચાર્ય ડૉ. ભગવાન ઝા અને આકાશવાણી ભવન દમણથી આમંત્રિત નિર્ણાયકો શ્રી રાહુલ પંડયા, ડૉ. રવિન્‍દ્ર ધામી, શ્રીમતી બીજલ નાયર અને ડૉ. અનીતા કુમારે સંયુક્‍ત રીતે દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પછી તમામ અતિથિઓનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, ત્‍યાર બાદ ડૉ. ભગવાન ઝાએ પોતાના વક્‍તવ્‍યમાં તમામ સ્‍પર્ધકોને રાજભાષા હિન્‍દી તરફ પ્રેરિત કર્યા હતા અને આ પ્રસંગે તેમણે સ્‍વરચિત દેશભક્‍તિ ગીત રજૂ કર્યું હતું. આ પછી, મુખ્‍ય અતિથિ નિવાસી નાયબ કલેક્‍ટર (મુખ્‍ય મથક અને ખાનવેલ) શ્રી અમિત કુમારે તેમના અધ્‍યક્ષીય ભાષણમાં હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધામાં ભાગ લેવા બદલ તમામ સ્‍પર્ધકોને અભિનંદન આપ્‍યા હતા અને રાજભાષા વિભાગ દ્વારા આયોજિત ‘‘હિન્‍દી પખવાડિયા” અંતર્ગત હિન્‍દી સ્‍પર્ધાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સત્તાવારભાષા હિન્‍દીના પ્રચાર અને પ્રસાર માટે વિભાગ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.
ત્‍યારબાદ, હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જે અંતર્ગત ઉચ્‍ચત્તર માધ્‍યમિક વર્ગ, સ્‍નાતક વર્ગ, સ્‍ટાફ વર્ગ અને અધિકારી વર્ગના સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો, ત્‍યારબાદ સ્‍પર્ધાના નિર્ણાયક શ્રી રાહુલ પંડયાએ આ સ્‍પર્ધાને બિરદાવતા મૂલ્‍યાંકન કર્યું હતું અને પરિણામો જાહેર કર્યા હતા. તમામ નિર્ણાયકોને રાજભાષા વિભાગ દ્વારા સ્‍મૃતિ ચિホ અર્પણ કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાવિધિ ડૉ. અનીતા કુમારે આટોપી હતી. અંતમાં રાષ્‍ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશ વહીવટીતંત્રના વિવિધ વિભાગો, કોલેજો અને શાળાઓના 300 જેટલા સહભાગીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહઃ ગલોન્‍ડામાં કેમીકલ ભરેલું ટેન્‍કર ઝાડ સાથે અથડાતા કેમિકલ ખેતરમાં વહી જતાં પાકને થયેલું ભારે નુકસાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના અવસરે ગાંધીમય બનેલું સમસ્‍ત લક્ષદ્વીપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રભાત ફેરીમાં લોકોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment